Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

શું તમને પણ છે આ ખરાબ આદતો, તો સાવધાન! થઈ શકો છો ડાયાબિટીસનો શિકાર..

આજે મોટા ભાગના લોકોને ડાયાબિટીસની સમસ્‍યા હોય છે. યુવાનોથી લઈ વૃધ્‍ધો સહિતના બધા લોકો ડાયાબિટીસનો શિકાર થઈ જાય છે. આ બિમારીથી બચવા માટે લોકો પોતાની ખાણી-પીણીનું ખૂબ જ ધ્‍યાન રાખે છે. છતા આ સમસ્‍યાથી હેરાન થવુ પડે છે. કારણ કે તેનું સૌથી મોટુ કારણ આપણી અમુક ખરાબ આદતો પણ છે. જો આ આદતોને સુધારી લેવામાં આવે તો ડાયાબિટીસથી બચી શકાય છે.

* મોટા ભાગના લોકો ઓફિસમાં કોમ્‍પ્‍યુટરમાં બેઠા-બેઠા કામ કરે છે. કામના ભારણના કારણે તેને ઉભા થવાનો સમય મળતો નથી. પરંતુ, તમારી આ આદત તમને ડાયાબિટીસની સાથે હૃદયના દર્દી પણ બનાવી શકે છે.

* વૈજ્ઞાનિકોનું કહેવુ છે, કે દરરોજ ઓછામાં ઓછી ૨-૩ કપ કોફી જરૂર પીવી જોઈએ. તેનાથી ટાઈપ-૨ ડાયાબિટીસના જોખમથી બચી શકાય છે. જો તમે સાવ કોફી નથી પીતા તો તમે ડાયાબિટીસનો શિકાર બની શકો છો.

* મોડી રાત સુધી જાગવુ, ઓછી ઉંઘ લેવી, ભોજન ન કરવું, સિગરેટ અને દારૂનું સેવન જેવી ખરાબ આદતો પણ ડાયાબિટીસને નોતરૂ આપે છે. તેનાથી શરીરમાં ટ્રાઈગ્‍લિસરાઈડ્‍સ વધી જાય છે. જેનાથી તમે ટાઈપ-૨ ડાયાબિટીસના શિકાર થઈ જાવ છો.

* જો તમે દિવસમાં ૬-૭ કલાક ટીવી જોવો છો, તો આ બીમારીની જાળમાં ફસાઇ શકો છો. એક અભ્‍યાસમાં જણાવવામાં આવ્‍યુ છે કે, ટીવીની સામે પસાર કરેલ દર એક કલાક ડાયાબિટીસના જોખમને ૪ ટકા સુધી વધારે છે.

* દિવસમાં ઓછામાં ઓછુ ૮-૧૦ ગ્‍લાસ પાણી પીવુ ખૂબ જ જરૂરી છે. કારણ કે પાણીની ખામીથી શરીર હાઈડ્રેટ થતુ નથી અને બ્‍લડમાં શુગરની માત્રા વધી જાય છે. તેનાથી તમે ડાયાબિટીસનો શિકાર બની જાવ છો.

 

(12:54 pm IST)