Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ઓસ્ટ્રેલિયાની રેસ્ટોરાંમાં છે ગાર્ડનની ફીલ આપતું ઘાસવાળું ટેબલ

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ગ્રિલ્ડ ઇન નામની બર્ગર ચેઇનની એક બ્રાન્ચમાં ટેબલ-કલોથ તરીકે ફ્રેશ ઘાસ ઉગાડવામાં આવ્યું છે. ખાવાના અનુભવને નેચરલ લુક આપવા માટે ટેબલને ઘાસથી આચ્છાદિત કરવામાં આવ્યું હશે. જોકે આ ટેબલ-કલોથ સોશ્યલ મીડિયામાં જબરૃં વાઇરલ થયું છે. ગણતરીના કલાકોમાં આ તસવીરને દસ હજારથી વધુ લાઇકસ મળી હતી. જોકે ઇન્સ્ટાગ્રામ પર આ નવતર ઘાસવાળા ટેબલને કેટલાકે અનહાઇજીનિક ગણાવીને ખિલ્લી પણ ઉડાવી હતી. ગાર્ડનમાં બેસીને ખાવાની ઇચ્છા હોય તો આ રેસ્ટોરાંમાં ઘાસવાળા ટેબલ પર બેસીને ખાવાની પૂરી થાય ખરી.

(12:19 pm IST)