Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વિયતનામમાં ઓનલાઇન ક્લાસ એટેન્ડ કરી રહેલ 11 વર્ષીય બાળકનું મોબાઈલ બ્લાસ્ટથી મોત

નવી દિલ્હી  : કોરોના (Corona) મહામારીએ લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે. જ્યારે ચારેબાજુ કોરોનાએ કહેર વર્તાવતા જનજીવન થંભી ગયું હતું. એ સમય દરમિયાન બાળકોની શાળાઓ બંધ હોવાથી દરેક સ્થળે ઓનલાઈન ક્લાસનો (Online Education) સિલસિલો શરૂ થયો. કોરોના મહામારીના ડર વચ્ચે બાળકો પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે ઓનલાઈન ક્લાસ કરવા લાગ્યા, પરંતુ જે ઘટના સામે આવી છે તેનાથી સૌ કોઈ હેરાન છે, જેમાં વાલીઓએ ખાસ ચેતવા જેવી બાબત છે. એક રિપોર્ટ અનુસાર વિયતનામ (Vietnam)માં ઓનલાઈન ક્લાસ (Online Class) અટેન્ડ કરી રહેલ એક 11 વર્ષીય બાળકનું મોબાઈલ બ્લાસ્ટ થતાં મોત નિપજ્યું છે. બાળક મોબાઈલ ચાર્જીંગ પર લગાવી ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહ્યો હતો તે દરમિયાન મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો. ત્યારે બ્લાસ્ટમાં દાઝી જવાના કારણે બાળકનું મોત થયું છે. આ સમાચાર સાંભળી લોકોના હોશ ઉડી ગયા છે. જાણકારી અનુસાર વિયતનામમાં ઓનલાઈન ક્લાસ દ્વારા શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે એક 11 વર્ષનો બાળક સ્કૂલ દ્વારા મોકલવામાં આવેલ વીડિયો લીંક દ્વારા ઘર પરથી જ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહ્યો હતો. શિક્ષણ અધિકારી અનુસાર બાળક મોબાઈલ ચાર્જીંગ પર લગાવી ક્લાસ કરી રહ્યો હતો જેમાં બાળકે ઈયરફોન પણ લગાવ્યા હતા. પરંતુ આ દરમિયાન અચાનક વિસ્ફોટ થયો જેથી બાળકનું મોત નિપજ્યું છે.

(6:34 pm IST)