Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

નાઈટ કલબમાં મહિલાઓને અપાઈ 'ડેટ રેપ ડ્રગ્સ'!

ડેટ રેપ ડ્રગ્સમાં એવા પદાર્થ આવે છે જેના ઉપયોગ બાદ મહિલાઓ જાતીય હુમલોઃ દુષ્કર્મ અથવા છેડતીના કિસ્સામાં પોતાનો સ્વ બચાવ નથી કરી શકતી : નોટિંગઘમ અને એડિનબર્ગની મહિલાઓએ પોતાના અનુભવો શેર કર્યા

લંડન, તા.૨૨: યુનાઈટેડ કિંગડમના દ્યણા શહેરોમાંથી આવેલા રિપોર્ટ સૂચવે છે કે, નાઈટ કલબ અને પબમાં કથિત રીતે મહિલાઓને ડેટ રેપની દવાઓથી નિશાન બનાવવામાં આવી રહી છે. નોટિંગદ્યમ અને એડિનબર્ગ જેવા સ્થળોની મહિલાઓએ સોશિયલ મીડિયા પર આવા અનુભવો શેર કરતા પિટીશન સાઈન કરી છે. ડેટ ડ્રગ્સ  હુમલાને શોધવા અને અટકાવવા માટે સુરક્ષા કિટ્સ અને સાધનોની માંગ પણ કરી છે.

ડેટ રેપ ડ્રગ્સમાં એવા પદાર્થોનો ઉપયોગ કરાય છે. જેનાથી મહિલાઓને નશો કરાવવામાં આવે છે. જેથી તેના પર થઈ રહેલો જાતીય હુમલો, દુષ્કર્મ અથવા છેડતીના કિસ્સામાં પોતાનો બચાવ ના કરી શકે છે. આ ડ્રગ્સને આલ્કોહોલ અથવા સોફટ ડ્રિંકસ અથવા સોય વડે આપવામાં આવે છે. બ્રિટનમાં પાર્ટીઓમાં ભાગ લેતી દ્યણી મહિલાઓએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેઓએ અજાણ્યા લોકો અથવા નવા પરિચિતો દ્વારા ડ્રગ્સ આપતાં જોયા છે. નોટિંગદ્યમમાં કોલેજ જનાર એક ૧૯ વર્ષીય યુવતીનો કિસ્સો ગયા અઠવાડિયે સમાચારોમાં હતો. યુવતીએ જણાવ્યું કે ૧૧ ઓકટોબરે તે મિત્રો સાથે કલબમાં ગઈ હતી. તે રાત્રે એક સમયે એકલી બહાર ગઈ હતી. આ દરમિયાન, તેને કોઈ વસ્તુ તેના શરીરમાં ચુભાવામાં આવ્યું હતું આ પછી જ તેણે નશો શરૂ થવા લાગ્યો હતો. આ પછી દ્યણી બધી મહિલાઓએ સોશિયલ મીડિયા પર તેમની સાથેની બનેલી આવી દ્યટનાઓ વિશે જણાવ્યું હતું.

લેબર પાર્ટીની રાજનેતા નાદિયા વિટ્ટોમે કહ્યું  કે, નોટિંગદ્યમ નાઈટકલબમાં શંકાસ્પદ સ્પાઈકિંગ સંબંધિત રિપોર્ટોથી વાકેફ રહો, તેમણે અસરગ્રસ્ત મહિલાઓને નોટિંગદ્યમમાં તેમના અથવા અન્ય સત્ત્।ાવાળાઓનો સંપર્ક કરવા વિનંતી કરવાનો આગ્રહ કર્યો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર નોટિંગદ્યમ પોલીસે કહ્યું કે, તેઓ દુષ્કર્મની દ્યટનાઓની તપાસ કરી રહ્યાં છે. એક ૨૦ વર્ષીય શંકાસ્પદ વ્યકિતને કથિત રીતે ઝેર અને ડ્રગ્સ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં જામીન પર મુકત કરવામાં આવ્યો હતો. હાલ તપાસ ચાલી રહી છે.

(4:21 pm IST)