Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કોરોના વાયરસના ચેપ લાગ્યા બાદ આટલા સમય સુધી વ્યક્તિ રહે છે બીમાર

નવી દિલ્હી: કોરોનાને લઈને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વૃદ્ધવસ્થા અને પ્રારંભિક તબક્કામાં દેખતાં સંક્રમણનાં મોટાં પ્રમાણમાં લક્ષણો દરદીને લાંબો સમય બિમારી રાખી શકે છેએક અભ્યાસ અનુસાર દર 20 દરદીઓમાંથી એક વ્યક્તિ ઓછાંમાં ઓછાં આઠ અઠવાડિયાં માટે બીમાર રહે છે. કિંગ્સ કૉલેજ લંડનની એક શોધ પ્રમાણે મહિલાઓ જેઓ મેદસ્વી છે અને જેમને અસ્થમાનો રોગ છે, તેમને માટે ખતરો વધારે છે.

         કોરોનાથી સંક્રમિત દરદીઓનાં લક્ષણો પ્રારભિંક તબક્કામાં ઓળકી લઈ, જરૂર પ્રમાણે યોગ્ય સારવાર ઉપબલ્ધ કરાવવી અભ્યાસનો ઉદ્દેશ હતો. શોધ એવા કોરોના ચેપગ્રસ્તો પર આધારિત છે જેમણે 'કોવિડ સિમ્પટમ સ્ટડી ઍપ'માં પોતાનાં લક્ષણો વિશે માહિતી આપી હતી અને તેનું પરિણામ ઍપમાં જોવા મળ્યું હતું.

(6:00 pm IST)