Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આ છે વિશ્વનો સૌથી લંબુજી ટીનેજરઃ ૧૪ વર્ષની ઉંમર હાઇટ છે ૭.૨૫ ફુટની

હાઇટ ધરાવતા લોકો સામાન્યપણે લોકોની ઈર્ષ્યાનો ભોગ બનતા હોય છે. એમાં પણ સ્કૂલ જતાં ૧૪થી ૧૫ વર્ષની વયના ટીનેજર્સનું કદ ઊંચું હોય તો એ બધાનું ધ્યાન ખેંચે જ છે. જોકે ચીનના દક્ષિણ પશ્યિમના સિચુઆન પ્રાંતના લેશાનમાં રહેતા ૧૪ વર્ષના જિયાઓયુ જેટલી હાઇટ તેના કોઈ સહાધ્યાયીઓમાં નથી. આ ઉંમરે જિયાઓયુએ ૭.૨૫ ફુટના કદ સાથે વિશ્વના સૌથી ઊંચું કદ ધરાવતા ટીનેજર (બોય) તરીકે વિક્રમ નોંધાવવા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં અરજી કરી છે. જિયાઓયુ સ્કૂલમાં તેના કલાસમાં જતો ત્યારે અન્ય સ્ટુડન્ટ્સ તેને ઉપલા વર્ગનો સ્ટુડન્ટ માની લેતા હતા. શરૂમાં તો તેને પોતાને વધુપડતી હાઇટ ડંખતી હતી. પછી તેણે પોતાની ઊંચાઈ માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં અરજી કરવાનો નિર્ણય લીધો હતો. ચાલુ મહિનાના પ્રારંભમાં અમેરિકાની ૧૭ વર્ષની યુવતી મેસી કયુરીએ ૬.૧૦ ફીટ લાંબા પગ સાથે વિશ્વમાં સૌથી લાંબા પગ ધરાવતી યુવતીનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો છે. જોકે વિશ્વમાં સૌથી ઊંચું કદ ધરાવતી ટીનેજર (મહિલા) તરીકે વિક્રમ નોંધાવવામાં તે થોડા જ ઇંચ છેટી છે. હાલમાં ચીનની સન ફેંગ ૭ ફુટ ૩ ઇંચની હાઇટ સાથે આ વિક્રમ ધરાવે છે.

(3:12 pm IST)