Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ઇરાકમાં આઇએસના હુમલામાં ચાર પોલીસ કર્મીઓના મૃત્યુ થયા

નવી દિલ્હી: ઇરાકના સલાહુદીન પ્રાંતમાં જાણીતા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઇએસના આતંવાદીના હુમલામાં ચાર પોલીસ કર્મીઓના મૃત્યુ થયા છે તેમજ અન્ય પાંચને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.સેનાના અધિકારી વિરુદ્ધ મહોમ્મ્દ હુસૈને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓનો હુમલો સોમવારના રોજ સમયે કરવામાં આવ્યો હતો જયારે પોલીસ બળ રાજધાની તિકરિતથી લગભગ 40 કિલોમીટર દૂર અલ્લાસ તેલ ક્ષેત્રની સુરક્ષામાં ઉપસ્થિત હતા.

         મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ ખરાબ વાતાવરણનો ફાયદો ઉટાહવીને તેલ ક્ષેત્ર પર કબ્જો કરવા ઇચ્છતા હતા પરંતુ વધારે સુરક્ષાબલ આવી જવાના કારણે તે ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા પરંતુ તેમને આગળ એક હુમલાને અંજામ આપીને 5 પોલીસ કર્મીને મોતનેઘાટ ઉતાર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:44 pm IST)