Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

તાઈવાનમાં ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જવાની ઘટનામાં 17ના મોત

નવી દિલ્હી:તાઈવાનના પૂર્વોત્તર વિસ્તારમાં ટ્રેન પાટા પરથી ઉતરી પડતા ૧૮ લોકોના મોત થઈ ગયા અને ૧૨૦થી વધુ લોકો ઘાયલ થયા.આ દુર્ઘટના ઈલાન કાઉન્ટીમાં સર્જાઈ હતી, જ્યારે ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા.તાઈવાન રેલવે દ્વારા નિવેદન જાહેર કરીને જણાવાયુ કે, આ દુર્ઘટનામાં ૧૭ લોકોના મોત થયા છે અને ૧૨૬ લોકો ઘાયલ થયા છે. હાઈસ્પીડ પુયુમા એક્સપ્રેસને અકસ્માત નડ્યા ત્યારે તે તાઈપેઈના ઉપનગર તાઈતુંગ તરફ જઈ રહી હતી.આ દરમિયાન ટ્રેનમાં ૩૦૦ મુસાફરો સવાર હતા. ટ્રેન સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ ૪ઃ૫૦ વાગ્યે પાટા પરથી ખડી પડી હતી.આ ટ્રેન ૬ વર્ષ જુની હતી અને ગત વર્ષે તેનુ ઈન્સપેક્શન તથા મોટું મેઈન્ટેનન્સ પણ કરવામાં આવ્યુ હતું.
 

(5:02 pm IST)
  • અમદાવાદ : દિવાળી પર એસટી વિભાગનો મહત્વનો નિર્ણય :GPSના માધ્યમે વોટ્સએપથી અધિકારીઓને ફરજિયાત હાજરી પુરાવાની રહેશે:જરૂર જણાય તો જ અધિકારીઓને રજા અપાશે :તહેવારોમાં મુસાફરોના ધસારાને જોતા નિર્ણય લેવાયો access_time 4:39 pm IST

  • સુરત :નવરાત્રિમાં વેકેશન ન આપનારી ખાનગી શાળાઓ 21 દિવસનું દિવાળી વેકેશન રાખશે: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો નિર્ણય:દિવાળી વેકેશનમાં કોઈ ફેરફાર નહીં access_time 2:50 pm IST

  • ગાંધીનગર:ઈન્દ્રોડા પાર્ક ખાતે સિંહનું આગમન:ગીરના શક્કરબાગ ઝૂ ખાતેથી એક સિંહને લવાયો ઈન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન : સિંહણને 7 દિવસ બાદ લવાશે ગાંધીનગર: 20 દિવસ સુધી સિંહને નિરીક્ષણ હેઠળ રખાશે:20 દિવસ બાદ લોકો સિંહને જોઈ શકશે access_time 1:04 am IST