Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

વિડીયો ગેમ્સ રમતી છોકરીઓને સાયન્સ અને ટેકનોલોજીમાં વધુ રસ પડતો હોય

લંડન તા. રર : આપણે ત્યાં પહેલેથી કન્ડિશનિંગ કરવામાં આવ્યું છે કે છોકરીઓ અમુક પ્રકારની રમતો રમે અને છોકરાઓ અમુક, જોકે વિડીયો ગેમ્સમાં આ પ્રકારનો ભેદ હજી થોડોક ઓછો છે.

બ્રિટનના નિષ્ણાંતોનું કહેવું છે કે જે છોકરીઓને વિડીયોગેમ્સ રમવાનું બહુ ગમતું હોય અને જે ચેતરલી જ નવી ગેમ્સ ખોલીને એની આંટીઘૂંટીઓ કળી લેતી હોય એવી છોકરીઓ સાયન્સ સ્ટ્રીમમાં ભણવાનું પસંદ કરે છે. આવી છોકરીઓ ફિઝીકલ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને મેથ્સ જેવા વિષયો પસંદ કરે છે અને એમાં માહેર પણ હોય છ. હ્યુમન બિહેવિયર નામની જર્નલમાં છપાયેલા રિપોર્ટ મુજબ જે છોકરીઓ ટેકનોલોજી અનેસાયન્સને લગતા વિષયોમાં ભણી રહી છે એ ૧૦૦ ટકા છોકરીઓ વિડીયોગેમ્સમાં પણ પાવરધી રહી છ.ે

યુનિવર્સિટી ઓફ સરેના નિષ્ણાંતોનું કહેવું છે કે વિડીયોગેમ્સ રમતી આજની છોકરીઓ આવતી કાલે ફિઝિકસ, મેથ્સ અને એન્જિનિયરીંગ જેવા વિષયોમાં ઘણી જ આગળ હશે. સામાન્ય રીતે છોકરીઓનું મગજ નોન-ટેનિકલ બાબતો માટે વધુ સક્રિય હોય છે.અને છોકરાઓનું મગજ ટેકનિકલ અને ગાણિતિક બાબતોમાં વધુ સક્રિય હોય. જો કે આ ભેદ હવે ધીમે-ધીમે ભુંસાઇ રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છેકે કોમ્પ્લેકસ વિડીયો ગેમ્સ નાનપણથી જ રમવા ટેવાયેલી હોય એવી છોકરીઓના મગજમાં ટેનિકલ બાબતો સમજવાની ક્ષમતા સારી વિકસી હોય છ.ે(૬.૧૦)

(3:52 pm IST)