Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

દ્રષ્ટિ સબળ રાખવી છે ? તો પાલક અને બીટ વધુ ખાઓ

નવી દિલ્હી તા ૨૨ :  દ્રષ્ટિ ચાલી જવાનું એક બહુ મોટું કારણ મેકયુલર ડીજનરેશન છે. આ રોગમાં આંખના મેકયુલા નામના ભાગના કોષો ધીમે-ધીમે ખતમ થઇ જાય છે જેને કારણે વ્યકિતને જોવામાં તકલીફ પડે છે. આ રોગ રિવર્સ થઇ શકે એમ નથી એટલે એને પ્રિવેન્ટ કરવો જ હિતાવહ છે. ઓસ્ટ્રેલિયાના નિષ્ણાંતોનું કહેવું છે કે નાઇટ્રેટયુકત ખોરાક લેવાથી આંખના આ ભાગનુ ં ડીજનરેશન ધીમું પડી શકે છે. સિડનીની વેસ્ટમીડ ઇન્સ્ટિીટયુટ ફોર મેડિકલ રિસર્ચના નિષ્ણાંતોના અભ્યાસ મુજબ વેજિટેબલ્સમાંથી મળતું નાઇટ્રેટ મેકયુલર ડીજનરેશન  નિવારી શકે છે. લીલા પાનવાળા શાકભાજી અને બીટમાં આ કમ્પાઉન્ડ ઘણી મોટી માત્રામાં હોય છે. જે લોકો રોજેરોજ ૧૦૦ થી ૧૪૨ મિલીગ્રામ જેટલું વેજિટેબલ નાઇટ્રેટ ભોજન દ્વારા લે છે તેને પ૦ વર્ષની વય પછીથી જોવામળતી એજ-રિલેટેડ મેકયુલર ડીજનરેશનની સમસ્યા થવાનું જોખમ ૩૫ ટકા ઘટી જાય છે. ૧૦૦ ગ્રામ પાલકમાં ૨૦ મિલીગ્રામ અને ૧૦૦ ગ્રામ બીટમાં ૧૫ મિલીગ્રામ જેટલું નાઇટ્રેટ હોય છે. અભ્યાકર્તાઓનુ ંકહેવું છે કે ડાયટમાં શાકભાજી દ્વારા મળતાં નાઇટ્રેટ આંખના વિઝનને ટકાવી રાખી શકાય છે એવો દાવો પહેલીવાર થઇ રહ્યો છે. અભ્યાસમાં ૪૯ વર્ષથી મોટી વયના ૨૦૦૦ પુખ્તોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લોકોનું ૧૫ વર્ષ સુધી ફોલોઅપ કરીને તારવાયું હતું કે જે લોકો ભોજનમાં બીટ, પાલક અને લીલા પાનવાળી ભાજીઓ વધુ લે છે તેમની આંખનું વિઝન ડીજનરેશનને કારણે જવાની સંભાવના ઘટી જાય છે.

(3:52 pm IST)