Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પ્રેમ બન્યો પ્રેરણા, આ કપલે એકસાથે ઘટાડ્યું ૧૭૦ કિલો વજન!

આજના જમાનામાં ફિટ રહેવાની ઈચ્છા દરેકને છે. ઈન્ડિયાનામાં એક આવું જ કપલ રહે છે. એલેકિસસ અને ડેની. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તેઓ વધુમાં વધુ સમય એકબીજાની સાથે રહેવા માગે છે. આ બંને એક સમયે મેદસ્વીતાની સમસ્યાથી ઝઝૂમતા હતા. જોકે, તે એક વર્ષની સખત મહેનતથી દુનિયાને દેખાડી દીધું કે, પ્રેમ માણસને કંઈપણ કરી શકવા માટે સક્ષમ બનાવી શકે છે. બંનેએ સાથે મળીને ૧૭૦ કિલો વજન ઘટાડી દીધું છે.

એલેકિસસને તેના મિત્રો લેકસી કહીને બોલાવે છે. તે કહે છે કે, 'અમે પેરેન્ટ્સ બનવા ઈચ્છતા હતા પણ ઓવરવેટને કારણે ઘણી બધી સમસ્યાઓ હતી અને અમે બેબી પ્લાન કરી શકતા નહોતા. અમારા બંનેનું જાડાપણું ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું અને આનાથી હેલ્થ રિલેટેડ ઘણી સમસ્યાઓ થઈ રહી હતી. એટલે, અમે નક્કી કર્યું કે, અમે પોતાનામાં બદલાવ લાવીશું.'

લેકસી અને ડેની એકબીજાને ૧૦ વર્ષથી જાણતા હતા. પ્રેમ થયો અને ૨૦૧૬માં ડેનીએ લેકસીને એક વેકેશન દરમિયાન પ્રપોઝ કર્યું. ત્યારે લેકસીનું વજન આશરે ૨૨૦ કિલો હતું પણ ડેની તેને ખૂબ પ્રેમ કરતો હતો. લેકસી કહે છે કે, ડેનીનો પ્રેમ તેના માટે સૌથી મોટું મોટિવેશન હતું. આ કારણે જ તેને પોતાના ખાવા-પીવા પર ધ્યાન આપવા માંડ્યું અને એકસરસાઈઝ પણ કરવા લાગી.

તે કહે છે કે, 'મારું ટાર્ગેટ સ્વસ્થ રહેવાનું હતું, સાઈઝ ઝીરો બનવાનો નહીં. ડેનીએ મને ખૂબ મોટિવેટ કરી અને અમે બંને નક્કી કર્યું કે, અમે બદલાવ લાવીશું. માણસે હંમેશા એવા લોકો વચ્ચે રહેવું જોઈએ જે તેની આત્મા અને વ્યકિતત્વને પ્રેમ કરે. નહીં કે તેના ચહેરા અને શરીરને.'

લેકસી કહે છે કે, તેની લડાઈમાં સૌથી સારી વાત એ છે કે, તેની પાસે ડેની જેવો પાર્ટનર છે. ડેનીએ ન માત્ર તેને મોટિવેટ કરી પણ પોતે પણ તેની સાથે એકસરસાઈઝ અને ખાણી-પીણી સુધારવાનું નક્કી કર્યું. ડેનીએ લેકસી સાથે જિમ જોઈન કરવાનું નક્કી કર્યું.

લેકસી અને ડેનીએ જિમ જોઈન કરવાની સાથે જ ડાયેટ ચાર્ટને પણ ફોલો કરવાનું શરૂ કરી દીધું. ખાવામાં પ્રોટીનને પ્રાથમિકતા આફી અને આશરે એક વર્ષની મહેનત બાદ જે અંતર દેખાયું તે ચોંકાવનારું હતું. એકસરસાઈઝ શરૂ કરવાના ૬ મહિનામાં જ બંનેના શરીરમાં પરિવર્તન દેખાવા લાગ્યું. બંનેએ ઈન્સ્ટાગ્રામ પર જિમના ઘણા ફોટોઝ અને વીડિયોઝ શેર કર્યા છે.

કોઈપણ મહિલા માટે તેનો વેડિંગ ડ્રેસ તેના જીવનનો સૌથી અમૂલ્ય પોશાક હોય છે. એટલે તે આ ડ્રેસમાં ફિટ રહેવા માગે છે પણ લેકસી માટે તે એક માઈલસ્ટોન સાબિત થયો. તો તે પોતાના વેડિંગ ડ્રેસમાં કોઈપણ રીતે ફિટ થઈ શકતી નથી. લેકસી અને ડેની કહે છે કે, 'આ પ્રેમ છે, જેણે અમને બંનેને બદલવા અને એકબીજા માટે વધારે સારા સાબિત થવા માટે મજબૂર કરી દીધા છે.'

(11:43 am IST)
  • ભરૂચ:દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસનું કાર્ગો શિપ દહેજ બંદરે પહોંચ્યું:આવતીકાલે દહેજથી ઘોઘા ટેસ્ટ રન થશે access_time 1:04 am IST

  • અમદાવાદ :ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિયો નિર્ભય પણે કામ કરે છે: એક પણ કામદારે વતન તરફ પ્રયાણ કર્યું નથી:રાજ્ય સરકાનો દાવો access_time 1:07 am IST

  • ગાંધીનગર:ઈન્દ્રોડા પાર્ક ખાતે સિંહનું આગમન:ગીરના શક્કરબાગ ઝૂ ખાતેથી એક સિંહને લવાયો ઈન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન : સિંહણને 7 દિવસ બાદ લવાશે ગાંધીનગર: 20 દિવસ સુધી સિંહને નિરીક્ષણ હેઠળ રખાશે:20 દિવસ બાદ લોકો સિંહને જોઈ શકશે access_time 1:04 am IST