Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પ્લાન કરીને ઉપવાસ કરવાથી ડાયાબિટીઝ રિવર્સ થઇ શકે

લંડન તા ૨૨ : ડાયાબિટીઝના દરદીઓએ  ઉપવાસ ન કરવા જોઇએ એવું કહેવાય છે, પરંતુ જો સમજી-વિચારીને પ્લાન કરેલા ગાળામાં ફાસ્ટ કરવામા આવે તો એનાથી ટાઇપ-ટૂ પ્રકારનો ડાયાબિટીઝ રીવર્સ થઇ શકે છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના નિષ્ણાંતોનું કહેવું છે કે ટાઇપ-ટૂ ડાયાબિટીઝ મેનેજ કરવા માટે લાઇફ-સ્ટાઇલમાં બદલાવવો બહુ જ મહત્વનો છે. અભ્યાસકર્તાઓએ ૪૦ થી ૬૭ વર્ષની વયના ત્રણ પુરૂષો પર પ્રયોગ કર્યો હતો. આ પાર્ટિસિપન્ટ્સની ડાયાબિટીઝ કન્ટ્રોલમાં કરવા માટે જરૂરી દવાઓ અને કસરત વગેરેનું શેડયુલ પણ ફિકસ કરવામાં આવ્યું હતું. બે પુરૂષોએ એકાંતરે દિવસે ર૪ કલાક માટે ફાસ્ટ કર્યો હતો. જયારે ત્રીજા પુરૂષે એક વીકમાં ત્રણ દિવસ ફાસ્ટ કર્યો હતોે. ઉપવાસના દિવસે તેમને લો-કેલેરી ડ્રિન્કસ પૂરતી માત્રામાં પીવા દેવામાં આવ્યાં હતાં. આ ઉપવાસમાં ચા કોફી, શાકભાજીનું પાણી અથવા તો ખુબ જ ઓછો કેલેકરીનું ફુડ સાંજના સમયે લેવાનું કહેવામાં આવ્યું હતું. ફાસ્ટિંગનો આ પ્રયોગ લગભગ દસ મહિના સુધી ચાલ્યો હતો. એ દરમ્યાન સમયાંતરે તેમનું વજન, ત્રણ મહિનાનુંએવરેજ બ્લડ-શુગર, કમરનો ઘેરાવો, વજન વગેરે માપવામાં આવ્યું હતું. દસ મહિનાના આ ગાળા પછી ત્રણેય પુરૂષોને બહારથી ઇન્સ્યુલિનનાં ઇંજેકશન્સ લેવાની જરૂરિયાત મટી ગઇ હતી. એક પુરૂષને તો માત્ર પાંચ જ દિવસના ઉપવાસ પછી ઇન્સ્યુલિનની જરૂરિયાત ઘટી ગઇ હતી. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જો સમજીને અને પહેલેથી નક્કી કરીનેઉપવાસ કરવામાં આવે તો બાકીના ભોજનમાં તમે સંતુલિત ડાયટ લઇ શકો છો અને એનાથી ઉપવાસનો ગેરફાયદો નહીં પરંતું ફાયદો થાય છે.(૩.૩)

(11:43 am IST)