Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ટમેટા ખાવાના અનેક લાભ

ટમેટાનો ઉપયોગ બધા ઘરમાં કરવામાં આવે છે. શાક, સલાડ, ચટણી, સોસ સહિત કેટલાય ખાદ્ય પદાર્થોમાં તમે દરરોજ ટમેટાનો ઉપયોગ કરો છો. પરંતુ, શું તમે જાણો છો કે ટમેટા અને તેનો જ્યુસ તમારા સ્વાસ્થ્ય માટે કેટલુ ફાયદાકારક છે?  ટમેટા વિટામીન સીનો સારો સ્ત્રોત હોવાની સાથે જેવિક સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશ્યિમ, મેગ્નેશ્યિમ અને સલ્ફરનો સારો સ્ત્રોત છે. ટમેટામાં રહેલ ગ્લુટાથિયોન શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે અને પ્રોસ્ટ્રેટ કેન્સરથી પણ શરીરની સુરક્ષા કરે છે.

ટમેટાનું જ્યુસ ગુમાવેલ ઉર્જા પરત લાવવામાં મદદ કરે છે. ટમેટામાં કેટલાય મહત્વપૂર્ણ રસાયણ હોય છે, જે વ્યાયામ બાદ માંસપેશીઓના ખેંચાણને દૂર કરે છે અને રકત પ્રવાહને સામાન્ય બનાવે છે.

વજન ઘટાડવામાં મદદગાર

ટમેટા લો કેલેરી ફુડ છે. તેથી તેને ખાવાથી તમારૂ વજન ઘટે છે. તમે વજન ઓછુ કરવા માટે આહાર અને વ્યાયામનું પ્લાનીંગ કરી રહ્યા છો, તો દરરોજ તમારા ભોજનમાં ટમેટા સામેલ કરવા. ટમેટામાં પાણી અને ફાઈબર હોય છે. તેથી તેને વજન નિયંત્રીત કરનાર 'ફિલિંગ ફુડ' કહે છે. તેનાથી ઝડપથી પેટ ભરાઈ જાય છે અને ફેટ પણ વધતુ નથી.

વિટામીન અને કેલ્શિયમ

ટમેટામાં રહેલ વિટામીન અને કેલ્શિયમ (ઉત્તકો કી મરમ્મત) કરવામાં તેને મજબુતી પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા પ્રદાન કરે છે. તેનું નિયમીત સેવન બ્રેન હેમરેજ રોકવામાં ખૂબ જ પ્રભાવી હોય છે.

પાચનમાં ફાયદાકારક

ટમેટાથી પાચનશકિત ખૂબ જ વધે છે. તેમાં રહેલ કલોરીન અને સલ્ફરના કારણે લિવર યોગ્ય રીતે કામ કરે છે અને ગેસની ફરીયાદ દૂર થાય છે. તે પ્રભાવી રીતે શરીરમાંથી ઝેરીલા પદાર્થોની સફાઈ કરવામાં મદદરૂપ થાય છે. અપચો, કબજીયાત અને ઝાળા જેવી સ્થિતીમાં તેનું સેવન વધારે ફાયદાકારક છે.

(9:16 am IST)