Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

WHOએ કેટલીક હર્બલ દવાઓને ટ્રાયલ માટે આપી મંજૂરી

નવી દિલ્હી: કોરોના વાયરસે વિશ્વને પોતાના ભરડામાં લઈને વિજ્ઞાનીકોને પણ હંફાવી દીધા છે. WHO દ્વારા પણ કોરોના માટે અવારનવાર નિવેદનો બદલવામાં આવ્યા છે ત્યારે કોરોનાને નાથવો ખરેખર મુશ્કેલ બની ગયો છે. જો કે કોરોનાને ખતમ કરવા માટે વિશ્વભરના સંશોધકો સતત રિસર્ચ કરી રહયા છે ત્યારે WHOનું લાયસન્સ કેટલીક હર્બલ દાવાઓને ફેઝ અને ફેઝ 2ના ટ્રાયલ માટે મંજૂરી આપશે.

             વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને WHO નિર્ણય કોરોણાની મહામારીમાં હર્બલ દવાઓની સફળતાને ધ્યાને લઈને કર્યો છે. મસલન ઈબોલા અને સ્પેનિશ ફલૂ સમયે પણ હર્બલ દવાઓનો ઉપયોગ અસરકારક સાબિત થયો હતો. દુનિયાભરમાં જોવા મળ્યું છે કે હર્બલ મેડિસીન અને અલ્ટરનેટીવ ટ્રિટમેન્ટ થી કોવિદ 19 સામે લાડવાની શરીરની શક્તિઓમાં વધારો થાય છે. જેમાં ભારતની દવાઓ, ચીની નુસખાવાળી દવાઓ અને આફ્રિકાના જંગલની જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે.

(5:54 pm IST)