Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ઓએમજી.....આ છે દુનિયાનું સૌથી ખતરનાક મશરૂમ:અડવા માત્રથી થઇ શકે છે મૃત્યુ

નવી દિલ્હી: મશરૂમ પ્રોટીન અને ફાઇબરનો સૌથી સારો સ્ત્રોત છે. આના એન્ટીઑક્સીડેન્ટ ગુણોના કારણે તેને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. એક પ્રકારની ફૂગ છે, જે વરસાદના દિવસોમાં સડેલા-ગળેલા ઑર્ગેનિક પદાર્થ પર આપમેળે ઉગે છે. જોકે પણ સત્ય છે કે તમામ પ્રકારના મશરૂમ ખાવા યોગ્ય નથી હોતા, કેટલાક મશરૂમ ઝેરીલા પણ હોય છે. રિસર્ચર્સે એક આવા ખતરનાક અને ઝેરીલા મશરૂમની શોધ કરી છે, જેને ખાવાથી તો દૂર ફક્ત અડવા માત્રથી બીમાર થઈ શકો છો.

                   લાલ રંગનું મશરૂમ ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે. જોકે પહેલા જાણકારોનું માનવું હતુ કે મશરૂમ જાપાન અને કોરિયા જેવા એશિયાઈ દેશોમાં હોય છે, પરંતુ ફુગ ઑસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડમાં પણ જોવા મળે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઝેરીલા મશરૂમના કારણે જાપાન અને દક્ષિણ કોરિયામાં અનેક લોકોના મોત થયા છે. લોકોએ આને પારંપારિક સારવારમાં ઉપયોગ કરવામાં આવનારું ખાદ્ય સમજીને ચામાં ભેળવીને પીધું હતુ, ત્યારબાદ તેમનું મોત થઈ ગયું.

(5:54 pm IST)