Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

માનવ અધિકાર મુદે ગુલાલાઇ ઇસ્માઇલે પાક.ને બતાવ્યો અરીસો

વોશિંગ્ટનઃ પાકીસ્તાન ભલે  કાશ્મીરનાં નામે ભારત વિરૂદ્ધ દુનિયામાં દુપ્રચારની બૂમાબૂમ કરી રહ્યું હોય પણ આ બધા વચ્ચે તેની પોતાની જ આબરૂના લીરા ઉડી ગયા છે.  માનવ અધિકાર કાર્યકર ગુલાલાઇ ઇસ્માઇલે અમેરિકા જઇને આશ્રય માગતા પાકિસ્તાન ક્ષોભજનક સ્થિતિમા મુકાઇ ગયું છે.  અત્યાર સુધી કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા માનવ અધિકારનાં ભંગના પોકળ આક્ષેપો કરી રહેલા પાકિસ્તાનને હવે પોતાના સામે મૂકાયેલી આળમાં જવાબ આપવા પણ કઠણ પડી રહ્યા છે. કેટલાયે મહીનાથી ગુલાલાઇ ઇસ્માઇલ પાકીસ્તાનમાં જ છુપાઇને રહી હતી.  પરંતુ હત્યાની દહેશતથી તે ગમેતેમ કરીને ચોરી છુપી રીતે અમેરીકા પહોંચી ગઇ છે.

(12:26 pm IST)