Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

વિક્ટોરિયાની જીલમાં નાવડી ડૂબી જતા મૃતક આંક વધીને 86એ પહોંચ્યો

નવી દિલ્હી:યુગાન્ડા, કેન્યા અને ટાન્ઝાનિયાની સીમા પર વિક્ટોરિયા સરોવરમાં નાવ ડૂબવાને કારણે ૧૦૦ લોકોનાં મોત થયાં હતાં. ન્યેરેરી નામની બોટમાં ક્ષમતા કરતાં બમણા લોકોને બેસાડવામાં આવ્યાં હતા તથા તેમાં કેળાં અને સિમેન્ટની વજનદાર થેલીઓ પણ રાખવામાં આવી હતી પરિણામે બોટનું સંતુલન ખોરવાતા ડૂબી ગઈ. સરકારે તાકીદના ધોરણે પગલાં ભરીને બચાવ ટુકડીઓને કામે લગાડી દીધી હતી અને ૩૭ લોકોને બચાવી લેવાયા હતા. બોટ યુકારાથી બુગોલોરા જઈ રહી હતી. મવાન્જાના ક્ષેત્રિય આયુક્ત જોન મોંગેલાએ જણાવ્યું કે બોટમાં કુલ કેટલા લોકો સવાર હતા તેનો ચોક્કસ આંકડો મળ્યો નથી પરંતુ બોટ તેની બેઠક ક્ષમતા કરતાં વધારે લોકોને લઈને જઈ રહી હતી તેને પરિણામે આ દુર્ઘટના સર્જાઈ.

 

(5:20 pm IST)