Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

શું તમે જાણો છો ગલગલિયા કરવાથી હસવું કેમ આવે છે ?

લંડન તા. ૨૨ : જયારે પણ આપણા શરીરના સેંસિટિવ ભાગમાં ગલગલિયાં કરવામાં આવે તો આપણને હસવું આવી જાય છે. ઘણા લોકોને ગલગલિયાં પસંદ નથી હોતો તેમ છતાં હસી પડે છે. શું તમે જાણો છો આવું કેમ થાય છે અને શું છે તેની પાછળનું કારણ?

જયારે આપણે અંડરઆર્મ, ગળા પાસે, પેટ અથવા પગના તળિયા પર ગલગલિયાં કરીએ છીએ તો તમને હસવું આવે છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આપણા શરીરમાં ડિફેન્સિવ મેકનિઝમ (રક્ષાત્મ પ્રતિક્રિયા) હોય છે.

ઈવોલ્યૂશનરી બાયોલોજિસ્ટ અને ન્યૂરોસાઈન્ટિસ્ટ્સનું માનવું છે કે ગલગલિયાં કરવાથી મગજનો તે ભાગ (હાઈપોથૈલમસ) તમને હસવાં મટે મજબૂર કરે છે જે પેનફુલ સેંસેશન પહેલા એકિટવ થાય છે.

રિસર્ચરો મુજબ ગલગલિયાં દરમિયાન આપણને કોઈ આક્રમણ કરનારા સામે હથિયાર નાંખવા જેવો સિગ્નલ મળે છે. એવું કરીને તણાવની સ્થિતિને ઓછી કરવાની કોશિશ કરવામાં આવે છે જે પોતાને નુકસાનથી બચાવે છે. પોતાને ગલીપચી કેમ કરી શકતા નથી તેનું કારણ છે કે મગજમાં જે પાછળની બાજુ સેરેબેલમ ભાગ હોય છે, તે આપણે જાણ કરે છે કે તમે પોતાને ગલીપચી રકવા જઈ રહ્યા છો એટલા માટે મગજ આ રીતે કરેલી ગલીપચીમાં સિંગ્નલ નથી મોકલતું.(૨૧.૮)

(12:03 pm IST)