Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

અફઘાનિસ્તામાં હવાઈ હુમલો: 20 આતંકવાદીને ઠાર: પાંચ સૈન્ય જવાન ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:  અફઘાનિસ્તાનના ઉતરી બલ્ખ પ્રાંતમાં હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 20 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં  આવ્યા છે સેના કોર 209 શાહિનના પ્રવક્તાએ આપેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાન વાયુ સેનાએ બુધવારના રોજ જરાહ જિલ્લાની નજીક છુપાયેલ તાલિબાની આતંકવાદીઓ પર હવાઈ  હુમલો કર્યો હતો જેમાં 20 આતંકવાદીને પતાવી દેવામાં આવ્યા છે.

   કહેવાય રહ્યું છે કે આ હુમલામાં 20 મોટરસાયક્લો અને વિસ્ફોટક  અને ગોળાબારુદને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે તેમજ એક અન્ય ઘટનામાં બલ્ખ પ્રાંતમાં ઝડપ દરમ્યાન સેનાના એક જવાનનું મોત નીપજ્યું છે તેમજ અન્ય પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

(6:25 pm IST)