Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સોમાલિયામાં ગંભીર માનવીય સંકટ: સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હી: સોમાલિયા માટે સંયુક્ત રાષ્ટ્રના દૂતે બુધવારના રોજ જણાવ્યું છે કે દેશ દુનિયામાં સૌથી ગંભીર માનવીય સંકટોમાંથી  એકનો સામનો કરવો પડશે સોમાલિયા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના વિશેષ પ્રતિનિધિ જેમ્સ સ્વાને સુરક્ષા પરિષદને જણાવ્યું છે કે  સોમાલિયાના લગભગ 22 લાખ લોકો ખાદ્ય પદાર્થોની ઉણપનો સામનો કરી રહ્યા છે.  

    આ ઉપરાંત 26 લાખ સોમાલિયાના નાગરિકોને ઘર છોડવાની પણ નોબત આવી છે  અથવા ભુખમરાનો સામનો કરવાની નોબત આવી છે આ  સમસ્યાની રાહત માટે સોમાલિયાઇ સરકારે રાહત માટે 68.6 કરોડ ડોલરની ઘોષણા કરી છે પરંતુ હજુ સુધીમાં 35 કરોડ ડોલર મળ્યા હોવાની માહિતી મળી રહી છે.

(6:21 pm IST)