Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પાંચ વર્ષનો આ બળદ છે જસ્ટ ૨૬.૬ ઇંચનો

વિશ્વનો સૌથી ટચૂકડો હોવાનો રેકોર્ડ બન્યો

ન્યુયોર્ક તા. ૨૨: અમેરિકાના આયોવાના કેલોનામાં રહેતા શેલીના ગાર્ડનરના પરિવારે બે વર્ષ પહેલા એક બળદ ખરોદ્યો હતો. એનું નામ છે હેઇકેન્સ આર્ક જુપિટર. એનું નામ ભલે આટલું મોટું હોય પણ કદ બહું ટચુકડું છે.એટલે એનું હુલામણું નામ પણ ટૂકાવીનેે હમ્ફી છે. જ્યારે એ બળદ એ ખરીદ્યો હતો ત્યારે ગાર્ડનર પરિવારને હતું કે આ નાનું બચ્ચું છે, પણ હકીકતમાં એ વખતે ત્રણ વર્ષનો ઝેબુ પ્રજાતિનો પુખ્ત બળદ હતો. શેલીનું કહેવું છે કે એ વખત તેમને અંદાજ પણ નહોતા કે વાછરડું નહીં, પણ પુખ્ત બળદ છે. કદાચ આટલું નાનું કદ ધરાવતો પુખ્ત બળદ હોય એવો વિચાર પણ સામાન્ય માણસને ન જ હોય. ઘરે લાગ્યા પછી એનું કદ હોવાની સાથે હમ્ફી બહુ રમતિયાળ અને આનંદી સ્વભાવનો છે. એટલે ગાર્ડનર પરિવારને તો બહુ મજા પડી ગઇ. હાલમાં એની હાઇટ ૨૬.૬ઇંચની છે. જે સૌથી ટચૂકડા બુલનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા ર્કલિફોનિયાના શેગ્સ ગોલ્ડન બોય કરતાં ૧.૫ ઇંચ જેટલી ઓછી છે. એને કારણે હવે સૌથી ટચૂકડા બળદનો ખિતાબ હમ્ફી પહેરાવવામાં આવ્યો છે.

(4:15 pm IST)