Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

વેનેઝુએલામાં આવ્યો 7.3ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ

ધ્રુજારી 20 કીમીના અંતર સાથે 123 કિમીની ઉંડાઈની રહી હતી.

વેનેઝુએલાના ઉત્તર પૂર્વ તટ ઉપર ભૂકંપના આંચકાથી રાજધાનીના લોકો ધ્રુજી ઉઠ્યા હતા અને બિલ્ડીંગોથી બહાર નીકળી લોકો ભાગદોડ કરવા લાગ્યા હતા

   અમેરિકન જીયોલોજીકલ સર્વે મુજબ ભૂકંપની તીવ્રતા 7.3ની નોંધાઈ હતી જેની ધ્રુજારી 20 કીમીના અંતર સાથે 123 કિમીની ઉંડાઈની રહી હતી. કયુમાના સ્થાનિકોએ જણાવ્યું કે શોપિંગ સેન્ટરમાં લિફટ પડતા અનેક લોકો ઘાયલ થયા હતા. જાનહાની નોંધાઈ નથી.

(8:53 pm IST)