Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ટીનેજમાં પડી જવાને કારણે આ ભાઇ પગને ૧૮૦ ડિગ્રી ફેરવીને ચાલી શકે છે

ન્યુયોર્ક, તા.૨૨: અમેરિકાના મિશિગનમાં રહેતા મોઝેસ લેન્હેમ નામના ૫૭ વર્ષના ભાઇ પોતાના પગને ઘૂંટણથી ૧૮૦ ડિગ્રી  ફેરવીને ચાલી શકે છે. અત્યાર સુધીમાં આખા વિશ્વમાં તે એક વ વ્યકિત એવી છે જે પગને આટલો ટ્વિસ્ટ કરી શકે છે. એ માટેનો રેકોર્ડ તેમના નામે છે. તાજેતરમાં તેમણે ૧૮૦ ડિગ્રી પગ ફેરવીને પાછા પગે સૌથી ઝડપથી ચાલવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

મોઝેસભાઇને આ કોઇ ગોડ-ગિફટ નથી કે ઇવન તેમણે આ ક્ષમતા કેળવવા માટે કોઇ વિશેષ મહેનત અને પ્રકિટસ પણ નથી કરી. વાત એમ છે કે તે જયારે ૧૪ વર્ષના હતા ત્યારે જિમ્નેસ્ટિકસના કલાસમાં જતા હતા અને તેઓ ૧૮ ફુટ ઊંચેથી નીચે પટકાયા. નીચે પડયા ત્યારે તેમનો ઘુંટણ ટ્વિસ્ટ થઇ ગયો અને એની પર શરીરનો બધો ભાર આવી ગયો. પહેલી નજરે તો એવું જ લાગ્યું કે કદાચ તેમની ઢાંચણી તૂટી ગઇ હશે. અથવા તો ખસી ગઇ હશે. પરંતુ એનાથી કંઇક અવળું જ થયું. તેના પગનો જોઇન્ટ એટલો ખેંચાઇને ફલેકિસબલ થઇ ગયો હતો કે તેઓ પગને ૧૦૮ ડિગ્રી સુધી ફેરવતા થઇ ગયા. બસ, ત્યારથી મોઝેસ લોકોને પાછા પગે ચાલીને અથવા તો ઊલટું પૂલટું શર્ટ પહેરીને લોકોને અચંબિત કરતા રહે છે.(૨૨.૧૦)

 

(3:41 pm IST)