Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઓફિસમાં લાંબો સમય એક જગ્યાએ બેસી રહેવાથી થઇ શકે મેમરી-લોસ

નવીદિલ્હી, તા.૨૨: જે લોકો ઓફિસમાં લાંબો સમય એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. એ લોકોને ચેતવણી આપે એવું એક રિસર્ચ હાલમાં થયું છે અને એમાં કહેવામાં આવ્યું છે કે આવું કરનારા કર્મચારીઓને મેમરી-લોસ થાય છે. અમેરિકામાં લીવરપુલ જોન મૂર્સ યુનિવર્સિટીમાં કરવામાં આવેલી સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે એક જ જગ્યાએ બેસી રહેવાથી મગજને લોહીને પુરવઠો પૂરો પાડતી નસોમાં અવરોધ ઊભો થાય છે અને તેથી મગજને ઓકિસજન અને શુદ્ધ લોહીનો પુરવઠો મળતો નથી. આના કારણે મગજને નુકસાન થાય છે. અને કર્મચારીને મેમરી-લોસ થાય છે. રિસર્ચરોએ કહ્યું હતું કે અડધો કલાક સુધી બેસી રહ્યા બાદ કર્મચારીએ ઊભા થઇને ઓફિસમાં એક ચકકર મારવું જોઇએ. બને તો દાદરો ચડ-ઊતર કરવો જોઇએ. આમ કરવાથી મગજને થતો લોહીનો પુરવઠો બરાબર થાય છે. અને મગજને થતું નુકસાન અટકે છે.(૨૨.૧૦)

(3:37 pm IST)