Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

મમ્મી દીર્ઘાયુષી હોય તો દીકરી પણ લાંબું જીવે

નવી દિલ્હી, તા.૨૨: જે મહિલાની મમ્મી ૯૦ વર્ષ કે તેથી અધિક જીવી હોય તેની દીકરીઓનું આયુષ્ય પણ લાંબુ હોઇ શકે એવો દાવો અમેરિકામાં થયેલી એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે. જેમના માસિકધર્મ બંધ થઇ ગયા છે એવી આશરે ૨૨,૦૦૦ મહિલાઓ પર આ સ્ટડી હાથ ધરવામાં આવી હતી. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કરવામાં આવેલી સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું કે દીર્ઘાયુષી મમ્મીઓની દીકરીઓ પણ લાંબું જીવે એવી શકયતા પચીસ ગણી છે. આવી દીકરીઓને કેન્સર અને ડાયાબીટીઝ જેવી જીવલેણ બીમારી થતી નથી. દીકરી દીર્ધાયુષી બને એ માટે ઘણાં ફેકટર જવાબદાર છે જેમાં જિનેટિક સિવાય એન્વાયર્નમેન્ટ અને બિહેવિયર એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં પાસ થાય છે. આ સ્ટડી માત્ર મમ્મી દીકરીના સંબંધમાં કરવામાં આવી પણ એમાં એવું જાણવા મળ્યું હતું મમ્મી અને પપ્પા બન્ને ૯૦ વર્ષઃ વધારે જીવે તો દીકરી દીર્ઘાયુષી થવાના ચાન્સ ૩૮ ટકા જેટલા વધી જાય રિસર્ચરોએ કહ્યું હતું કે આપણે આપણાં જનીની કેવાં છે એ નકકી નથી કરી શકતા અને એ પણ નથી જાણી શકતા કે એક જનરેશનમાંથી બીજા જનરેશનમાં શું-શું પાસ-ઓન થવાનું છે, જોકે લાઇફસ્ટાઇલથી સંકળાયેલી કેટલીક ચીજો એવી છે જેના દ્વારા એક જનરેશનથી બીજા જનરેશનની વયને સાંકળીને દીર્ઘાયુષી થવાની વાત જાણી શકીએ છીએ.(૨૩.૧૪)

(3:33 pm IST)