Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

૧૮ લાખ રૂપિયાની સસ્તી ઇલેકિટ્રક કાર બનાવશે ટેસ્લા

ન્યુયોર્ક તા.૨૨: અમેરિકામાં ટેસ્લા કંપની ઇલેકિટ્રક કાર બનાવે છે અને એની મોડલ-૩ કારની કિંમત ૩૫,૦૦૦ ડોલર( આશરે ૨૫ લાખ રૂપિયા) થી શરૂ થાય છે જયારે મોડલ S ની કિંમત ૭૫,૦૦૦ ડોલર (આશરે ૫૩ લાખ રૂપિયા) થી શરૂ થાય છે, પણ આ કંપનીના માલિક એલન મસ્કને હવે તમામ લોકોને પરવડી શકે એવી સસ્તી ઇલેકિટ્રક કાર બનાવવી છે. જેની કિંમત ૨૫,૦૦૦ ડોલર (આશરે ૧૭.૪૫ લાખ રૂપિયા) હોય. એલ મસ્કની યોજના છે કે આગામી ત્રણ વર્ષમાં આ સસ્તી ઇલેકિટ્રક કાર તૈયાર થઇ જશે. ભારતમાં તાતા મોટર્સે ૨૫૦૦ ડોલર (આશરે એક લાખ રૂપિયા) ની કિંમતની નેનો કાર બનાવી હતી પણ એ સરિયામ નિષ્ફતાને વરી છે. આ સસ્તી કારનું સપનું જોનારા ઉદ્યોગપતિ રતન તાતાએ આ ડ્રીમ પ્રોજેકટની નિષ્ફળતા માટે ખરાબ રીતે કારના થયેલા માર્કેટિંગને દોષ આપ્યો હતો. શું એલન મસ્ક આ ભુલમાંથી બોધપાઠ લેશે? (૪.૧૩)

 

(3:33 pm IST)