Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ગ્રીસની છોકરીઓ એક સેન્ડવિચ માટે પરપુરૂષ સાથે શારીરિક સંબંધ બાંધે છે

બેરોજગારી અને ભૂખમરો ચરમસીમાએ

લંડન તા. ૨૨ : દુનિયામાં વૈશ્યાવૃત્તિનો ધંધો ધમધોખાર ચાલી રહ્યો છે, જયાં છોકરીઓ અને મહિલાઓ પોતાના દેહનો સોદો કરે છે. કોઈ દેશમાં આ ધંધાને સરકારની માન્યતા મળેલી હોય છે તો કયાંક ગેરકાનૂની ચાલતો હોય છે. ઘરની પરિસ્થિતિને લઈ કેટલીય છોકરીઓ આ ધંધામાં ફસાતી હોય છે અને થોડા રૂપિયા માટે પોતાના દેહનો સોદો કરી લે છે. આજે અમે તમને એવી જગ્યા બતાવીશું, જયાં એક સેન્ડવિચ અથવા બર્ગર માટે છોકરીઓ પરપુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે છે.

વાસ્તવમાં ગ્રીસની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં બેરોજગારી અને ભૂખમરો ચરમસીમાએ છે. પેટની ભૂખ શાંત કરવા માટે ત્યાંની છોકરીઓ પોતાના દેહનો સોદો કરે છે. પેટની ભૂખ સંતોષવા છોકરીઓ આવું ગંદું કામ કરવા મજબૂર થઈ જાય છે. આ કામ ૧૭થી ૨૦ વર્ષની ઉંમરની છોકરીઓ કરે છે. પહેલા આ છોકરીઓને એકવાર સંબંધ બાંધવા માટે ૫૦ યુરો મળતા હતા. અત્યારે હાલત એવી છે કે કેટલાક કલાકો સેકસ કર્યા બાદ તેમને માંડ માંડ બે યુરો મળે છે.

જયાં ૨ યુરોમાં માત્ર એક સેન્ડવિચ જ આવતી હતી. પોતાની હાલતને કારણે ગયા વર્ષે આ દેશ યુરોપિયન યુનિયનથી બહાર થઈ ગયો હતો. ગ્રીસ એવી જગ્યા છે જયાં સૌથી સસ્તી દેહ-બજાર ભરાય છે. આ બજાર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અહીંની મહિલાઓ દેહ-વેપારના ધંધામાં વિશ્વમાં સૌથી આગળ છે.(૨૧.૬)

(10:27 am IST)