Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

આખરે કેમ થાય છે કાનમાં દર્દ?

કેટલાક લોકોને કાનમાં દર્દ થવાની સમસ્યા વારંવાર થતી હોય છે. તેથી તેને હંમેશા ડૉકટર પાસે જવુ પડે છે. ત્યારબાદ ભલે દવાઓની મદદથી તે ઠીક થઈ જાય. પરંતુ, બીજીવાર કાનમાં દર્દ થવાની સંભાવના રહે છે. તો જાણી લો આવુ થવાના કારણો.

 વરસાદનું ભેજવાળુ વાતાવરણ અથવા શિયાળામાં કાનમાં દર્દ થવાની સંભાવના વધી જાય છે. આ દર્દ કયારેક પોતાની રીતે જ ઠીક થઈ જાય છે અને તેથી તેના માટે દવા લેવાની જરૂ પડતી નથી.

 જો તમને સાઈનસ છે, તો પણ તમને કાનમાં દર્દની સમસ્યાનો સામાનો કરવો પડી શકે છે.

 કેટલાક લોકો ચાવી અથવા અન્ય વસ્તુઓથી કાન સાફ કરતા રહે છે, જેનાથી કાનમાં ઈન્ફેકશન અને દર્દ થવાનું જોખમ વધી જાય છે.

 કયારેક કાનમાં મેલ જામી જવાના કારણે દર્દ થઈ શકે છે.

(9:37 am IST)