Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સીરિયા વિદ્રોહીઓના કબ્જાવાળા વિસ્તારમાં હવાઈ હુમલામાં 16ના મોત

નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમી સીરિયામાં વિદ્રોહીઓના કબ્જાવાળા વિસ્તારમાં એક બજારમાં થયેલ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો મોતને ભેટ્યા છે વિપક્ષી કાર્યાલયદ્વારા મળેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  માઇરા-અલ-નોમાન વિસ્તારમાં સોમવારના રોજ થયેલ એક હુમલામાં 30થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. વુસ્ટર્ડ ઈદબિલ પ્રાંતની નજીક હુમલો થયો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:25 pm IST)