Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

બ્રિટનમાં ઇન્સ્ટાગ્રામ પર માણસોની ખોપડીઓ વેચાય છે, વર્ષે દહાડેથાય છે ૭૦ લાખનો કારોબાર

સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સને કારણે હવે કોઇપણ વસ્તુનું માર્કેટિંગ કરવાનું બહુ સરળ થઇ ગયું છે. જોકે બ્રિટનમાં એને કારણે ઇન્સ્ટાગ્રામ પર માણસોની ખોપડીઓ વેચવાનો ધંધો ચાલી રહ્યો છે. યસ, બ્રિટનમાં માનવશરીરના હાડકાં અને ખોપડીઓ વેચવા પર કોઇ પ્રતિબંધ નથી. સામાન્ય રીતે આવી ચીજો રિસર્ચ અને મેડિકલ સાયન્સના અભ્યાસઅર્થે ખરીદાતી હોય છે. ઇન્ટાગ્રામ પર વિક્રેતાઓ ખુલ્લેઆમ ખોપડીઓની તસવીરો રજૂ કરે છે. આ ખોપડીઓને કયારેક આર્ટિફિશ્યલ વાળથી સજાવવામાં આવી હોય છે કાં પછી પેઇન્ટ કરીને ચકચકિત પણ કરી હોય છે. કેટલીક ખોપડીઓ પર તો કોતરણી દ્વારા ભારતભાતની ડિઝાઇન પણ બનાવવામાં આવી હોય છે. જેમને આ ચીજો ખરીદવામાં રસ હોય એ આ વિક્રેતાઓને પર્સનલ મેસેજ કરે છે અને બન્ને નિગોશિએટ કરીને ડીલ ફાઇનલ કરે છે. શિપિંગ અને પેકેજિંગ ચાર્જ પણ નકકી થાય છે. ર૦૧૭ના રિપોર્ટ મુજબ અહીં બ્રિટનમાં ખોપડીઓનો બિઝનેસ ૪૦ લાખ રૂપિયાનો હતો. જે હવે દર વર્ષે વધી રહ્યો છે. હાલમાં આ કારોબાર વાર્ષિક ૭૦ લાખ રૂપિયા સુધીના છે.

(4:01 pm IST)