Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ઇઝરાયલ અને અમેરિકા બાદ હવે નેધરલેન્ડના લોકોને પણ મળી શકે છે માસ્ક પહેરવાથી છુટકારો

નવી દિલ્હી: નેધરલેન્ડ હવે કોરોના રસીકરણ અને સારી શિસ્તતાના કારણે માસ્કથી છુટકારો મેળવવાની નજીક છે. નેધરલેન્ડના કાર્યકારી વડાપ્રધાન માર્ક રુટ એ શુક્રવારે કહ્યું કે 26 જૂનથી કોરોનાના કારણે લગાવેલ દરેક પ્રતિબંધો હટાવી લેવામાં આવશે. દેશના લોકોને 1.5 મીટરના સામાજીક અંતરવાળી દરેક વસ્તુની છૂટ મળશે. રુટએ કહ્યું કે 26 જૂનથી કોઈ પ્રતિબંધ નહી. દારુ પર કોઈ પ્રતિબંધ નહી રહે, ઘરે મહેમાનોની સંખ્યા અંગે કોઈ માર્ગદર્શિકા અને દુકાનોમાં માસ્ક જરૂરી રહેશે નહી. આ સાથે ઈઝરાયલ અને અમેરિકામાં માસ્ક પહેરવાથી છુટકારો મળશે. 1.73 કરોડથી વધુ વસ્તીવાળા નેધરલેન્ડમાં 55 ટકાથી વધુ ઉંમરના લોકોને ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. ત્યાં 78 ટકાથી વધુને બે ડોઝ આપી દેવામાં આવ્યો છે ત્યારે ઈઝરાયલ એવો પહેલો દેશ છે કે જયાં 15 જૂનથી લોકોને માસ્ક પહેરવા પર આઝાદી મળી હતી ત્યારે અમેરિકામાં બે ડોઝ લઈ ચૂકેલા તમામને માસ્ક ન પહેરવા પર છૂટછાટ આપવામાં આવી છે.

(6:11 pm IST)