Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

થાઈલેન્ડમાં કોરોના ટાઈમમાં મહિલાઓ કરી રહી છે ફેસ શીલ્ડનો બિઝનેસ

નવી દિલ્હી: થાઈલેન્ડની મહિલા હાલ કોરોના ટાઈમમાં ફેસ શિલ્ડનો બિઝનેસ કરી રહી છે. મહિલા બાળકોને ગમે તેમ ફેસ શિલ્ડ ઉપર કાર્ટૂન કેરેક્ટર પેઈન્ટ કરી રહી છે, તેમાં તે વિલનના મોંઢા પણ પેઈન્ટ કરે છે. 31 વર્ષીય માય્સા તેલર્ડ પોતાના નાનકડા સ્ટુડિયોમાં રોજ કામ કરવાનું શરુ કરી દે છે. તેણે ફેસ શિલ્ડ માટે કાર્ટૂન અને અન્ય સુપરહીરોના સ્ટીકર પણ બનાવ્યાં છે જેને તે ફેસ શિલ્ડ પર ચોટાડે છે. માય્સાએ કહ્યું કે, સામાન્ય રીતે ફેસ શિલ્ડ પારદર્શક હોય છે. કદાચ બાળકોને તે ના પણ ગમતું હોય. આથી મેં થોડી ડિઝાઈન સાથે બનાવ્યાં જેથી લોકોને તે પહેરવાનો કંટાળો ના આવે અને બીજાને પણ પહેરવાની સલાહ આપે. આશા છે કે ભવિષ્યમાં પણ ફેસ શિલ્ડથી તેની કમાણી ચાલુ રહે અને બાળકો ફેસ શિલ્ડ પહેરવા જાગૃત થાય.

(7:31 pm IST)