Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

મસાલા ઢોસા પણ હોય શકે છે તમારા સ્વાસ્થ માટે હાનીકારક

. ઢોસા ખાતા હોવ તો ચેતી જજો :

ક્રિસ્પી અને બટર-મસાલાથી સજ્જ  ઢોસા અને સાથે ગરમા-ગરમ સાંભાર સાથે કોકોનટની ચટણી કોઈ પણ વ્યકિતના મોઠામાં પાણી લાવી દે છે. પણ જો તમે વારંવાર  ઢોસા ખાતા હોવ કે  ઢોસા પસંદ હોય તો ચેતી જજો. એક અભ્યાસમાંથી સામે આવ્યું છે કે, એક સ્વસ્થ માણસને આખા દિવસમાં જેટલી કેલેરીની જરૂર હોય છે તેની અડધી કેલેરી માત્ર એક મસાલા ઠોસામાંથી મળી રહે છે. એકસપર્ટના જણાવ્યા અનુસાર એક સાથે આટલી કેલેરી લેવી નુકસાનકારક છે.

. આટલી કેલેરી હોય છે ઢોસામાં :

આ અભ્યાસમાં બેગ્લુરૂમાં વેંચાતા મસાલા  ઢોસાનો ઉપોયગ કરવામાં આવ્યો હતો. આ મસાલા  ઢોસામાં કુલ ૧૦૨૩ કેલેરી કાઉન્ટ હતા. જ્યારે એક સામાન્ય  વ્યકિતને ૨૨૦૦ કેલેરીની જરૂર હોય છે. આ રિપોર્ટ તાજેતરમાં બ્રિટિશ જર્નલમાં પ્રિન્ટ થયો હતો. આ અભ્યાસ ભારત સિવાય બ્રાઝિલ, ચીન, ફિનલેન્ડ અને રેસ્ટોરમાં પિરસાતી ડિશની કેલેરી પર કરવામાં આવ્યો હતો. પ્રોફેસર રેબેકાએ જણાવ્યું હતું કે, આપણે જે ફુડ ખાઈએ છીએ તેમાં ૬૦૦ કિલો કેલેરી ન હોવી જોઈએ. આ અભ્યાસ પરથી  એ જાણવા મળયું કે, સર્વિસ રેસ્ટોરમાં પીરસાતી વાનગીઓમાંથી ૯૪ ટકા વાનગીઓ અને ફીસ્ટ સર્વિસ રેસ્ટરમાં પિરસાતી વાનગીઓમાંથી ૭૪ ટકા વાનગીમાં ૬૦૦ કિલોથી વધારે કેલેરી હોય છે.

. FSSAI પણ ખાતરી કરી :

આ રિપોર્ટ પર FSSAI પણ ખાતરી કરી હતી અને સરકારે પણ અપીલ કરી છે કે, રેસ્ટોરમાં વેંચાતી વાનગીઓમાં કેલેરીની માત્રા લખવી ફરજિયાત રહેશે.   આ અભ્યાસ પ્રમાણે જ્યારે પણ લોકોને ભૂખ લાગે છે ત્યારે તેઓ સૌ પ્રથમ ફાસ્ટફૂડને પસંદ કરે છે. પરંતુ, કોઈ પણ સમયે ખાવામં આવતું ફુડ માત્ર વજનને જ નહિં પણ સમગ્ર શરીરની સિસ્ટમને અસર કરે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, જ્યારે લોકો બીજાની સાથે હોય છે ત્યારે થોડું ઓછું ખાય છે. પણ જ્યારે એકલા હોય છે ત્યારે તેઓ વધારે જમી લે છે. અભ્યાસ એવું પણ કહે છે કે, બને ત્યાં સુધી એકલા ભોજન લેવાનું ટાળવું જોઈએ.

(9:49 am IST)