Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ડચ પેઇન્ટરે જે પિસ્તોલથી આત્મહત્યા કરેલી એ સવા કરોડ રૂપિયામાં વેચાઇ

લંડન તા. રરઃ પ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોખ ૧૮૯૦ની સાલમાં આત્મહત્યા કરી હતી. જે ખેતરમાં તેમણે આત્મહત્યા કરેલી ત્યાં ૧૯૬પમાં આ પિસ્તોલ મળી આવી હતી. આ એ જ પિસ્તોલ છે જેનાથી વિન્સેન્ટે આત્મહત્યા કરી હતી. જોકે એના ચોકકસ પુરાવા નથી મળી રહ્યા, પરંતુ જે ગોળીઓ કલાકારના પેટમાંથી નીકળી હતી એ આ પિસ્તોલ સાથે મેચ થાય છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ૧૮૯૦ની સાલથી જ આ પિસ્તોલ જમીનમાં દફનાવાયેલી હતી. ખેડૂતે ત્યાંના એક હોટેલ માલિકને આ પિસ્તોલ આપી દીધી હતી અને એ ર૦૧૬માં આ કલાકારનાં ચિત્રો સાથે મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી. વિન્સેન્ટે લગભગ ર૧૦૦થી વધુ ચિત્રો તૈયાર કર્યા હતાં જેમાંથી ૮૬૦ ઓઇલ પેઇન્ટિંગ્સ હતાં. સફળ ચિત્રકાર બન્યા પછી પણ તેઓ વ્યાવસાયિક રીતે અસફળ રહેતાં તેમણે ૩૭ વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. તાજેતરમાં આ પિસ્તોલ સવા કરોડ રૂપિયામાં વેચાઇ હતી.

(3:35 pm IST)