Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

યુરોપ જવાના પ્રયત્નમાં આ વર્ષે ભૂમધ્યસાગરમાં 1000 શરણાર્થી ડૂબ્યા

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના એક સભ્યએ જણાવ્યું હતું કે લીબિયાના સમુદ્રના રસ્તેથી યુરોપ જવાનો પ્રયત્ન કરવામાં આવ વર્ષે અત્યાર સુધીમાં 1 હજાર શર્ણાર્થીઓના ડૂબવાના કારણે મોત નિપજ્યા છે છેલ્લા બે દિવસોમાં લીબિયાના કિનારે લગભગ 200થી વધારે શર્ણાર્થીઓના ડૂબવાના કારણે મોત નિપજ્યા છે શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચાયુકતે ગઈ કાલે આપેલ માહિતી મુજબ સમુદ્રમાં થઇ રહેલ મોતને કારણે સહુ કોઈ સ્તબ્ધ છે.અને તેના પર કાબુ મેળવવાની કાર્યવાહી થવી જોઈએ તેવું સહુ કોઈનું કહેવું છે.

(6:57 pm IST)