Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ચાર્જિંગમાં મુકેલા સ્માર્ટફોનમાં થયો બ્લાસ્ટ : જાણીતી કંપનીના સીઇઓનું મોત

નવી દિલ્હી તા. ૨૨ : સ્માર્ટફોન ફોન ફાટવાની ખબરો ઘણી વખત સામે આવતી હોય છે, પરંતુ આ વખતે સ્માર્ટફોન ફાટવાના કારણે મલેશિયામાં ક્રૈડલ ફંડ સંસ્થાના સીઈઓ નાજરીન હસનનું મોત થયું છે. જાણકારી મજુબ, ચાર્જિગ દરમિયાન થયેલા બ્લાસ્ટના કારણે તેમનું મોત થયું. હસન બ્લેકબેરી અને હુવેઈ સ્માર્ટફોન્સનો ઉપયોગ કરતા હતા. ઘટના સમયે બંને સ્માર્ટફોન તેમના બેડરૂમમાં ચાર્જ થઈ રહ્યા હતા. રિપોર્ટ્સ મુજબ, સ્માર્ટફોન ફાટવાના કારણે રૂમમાં રહેલા ગાદલાઓમાં આગ લાગી અને તેણે ભયાનક સ્વરૂપ લઈ લીધું. અત્યાર સુધી એ નથી ખબર પડી કે ઓવરહીટિંગના કારણે કયાં સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થયો.

હસનના પરિવારના એક સદસ્યના મુજબ તેનું મોત આગ લાગવાના કારણે નથી થયું. તેમણે સોશ્યલ મીડિયા પર લખ્યું કે બંનેમાંથી કોઈ એક સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થયો અને તેના ટુકડા તેના માથાના પાછળના ભાગમાં લાગવાના કારણે ગંભીર ઈજા પહોંચી. ત્યારબાદ રૂમમાં આગ લાગી, પરંતુ એ પહેલા જ હસનનું મોત થયું હતું.

આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓના મુજબ મોતનું કારણ અલગ છે. પોલીસનો દાવો છે કે હસનનું મોત બ્લાસ્ટ બાદ શ્વાસ મુંજાવવાના કારણે થયું છે સ્માર્ટફોનના ટુકડાઓ માથામાં લાગવાના કારણે તેમનું મોત નથી થયું.

ક્રૈડલ ફંડ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ, પોસ્ટમોર્ટ્મ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મોતનું કારણ તેમની પાસે ચાર્જિગમાં લાગેલા એક ફોનમાં બ્લાસ્ટ બાદ થયેલી ઈજા છે. (૨૧.૭)

(10:14 am IST)