Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સ્વાસ્થ્યની સાથે ત્વચાનું પણ ધ્યાન રાખે છે છાશ

ઉનાળામાં મોટા ભાગના લોકો પોતાના શરીરને ઠંડક આપવા માટે છાશ પીવાનું પસંદ કરે છે. છાશના સેવનથી શરીરને અનેક લાભ પ્રાપ્ત થાય છે. તેનાથી શરીરની પાચન ક્રિયા યોગ્ય રહે છે અને મગજને શાંતિ અને પેટની ગરમી કંટ્રોલ રહે છે.

 કબજીયાતથી હેરાન છો તો દરરોજ છાશ પીવી જોઈએ.

 સોફટ ડ્રીંકસ અને બજારમાં મળતા અન્ય ડ્રીંકસમાં શુગરની માત્રા ખૂબ જ વધારે હોય છે. જેનાથી આપણા શરીરમાં ખૂબ જ નુકશાન થઈ શકે છે. તેથી ઉનાળામાં છાશમાં મીઠુ અને જીરૂ નાખી સેવન કરો. ગરમીથી રાહત મળશે.

 દહીંની છાશ કે લસ્સી બનાવી પીવાથી પેટની ગરમી શાંત થઈ જાય છે.

 પેટમાં ગડબડ થતા દહીં સાથે ઈસબગુલ લેવાથી અથવા ભાત (ચોખા)માં દહીં મિકસ કરી ખાવાથી ઝાળા બંધ થઈ જાય છે.

 છાશનું નિયમીત સેવન કરવાથી હરસ, યુરીન વિકાર, તરસ લાગવી અને ત્વચા સંબંધી બીમારીઓમાં લાભ થાય છે.

 ભૂખના કારણે પેટમાં દર્દ થાય તો છાશ પીવાથી રાહત મળે છે.

(10:12 am IST)