Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

એનિમલ શેલ્ટર માટે ભંડોળ ઊભું કરવા યુવક બિલાડી સાથે લગ્ન કરશે

ન્યુયોર્ક તા. રરઃ કેલિફોર્નિયાવાસી સ્કોટ પેરી રખડતાં કે આધાર વગરનાં પશુઓના આશ્રય માટે એનિમલ શેલ્ટર બાંધવા ભંડોળ ઊભું કરવા બિલાડી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. સ્કોટ પેરીએ ર૦૧પમાં લોસ એન્જલસ બેસ્ટ ફ્રેન્ડ્સ એનિમલ સેન્કચ્યુઅરીમાંથી બિલાડી દત્તક લીધી હતી. એ વખતથી એ બિલાડી સતત સ્કોટની સાથે જ રહે છે. છેલ્લા બે મહિનામાં કોવિડ-૧૯ ના કવોરન્ટીનમાં બિલાડી સાથે લગ્નના આયોજન દ્વારા એનિમલ સેન્કચ્યુઅરી માટે ભંડોળ ઊભું કરવાનો વિચાર આવ્યો હતો. લગભગ પ૦૦૦ ડોલર (અંદાજે ૩.૭૮ લાખ રૂપિયા) એકઠા કરવાના લક્ષ્યાંક સાથે આવતા શનિવારે યોજાનારા કાર્યક્રમનું ઇન્સ્ટાગ્રામ-પેજ પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

(2:52 pm IST)