Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

શ્વાનપ્રેમી મહિલાએ કર્યુ છે શ્વાનને લગતી ૧૪૯૬ ચીજોનું કલેકશન

સીરિયાની મેરી એલિયાસ નામનાં બહેનોને શ્વાન પ્રત્યે વિશેષ લગાવ છે. મોટા ભાગે શ્વાનપ્રેમીઓ પોતાના ઘરમાં ડોગી પાળતા હોય છે, પણ મેરીબહેન એમાં અપવાદ છે. ડોગી પાળ્યા વિના તેમણે ડોગના શેપની જાતજાતની ચીજોનું કલેકશન કરીને પોતાનો ડોગપ્રેમ જાળવ્યો છે. વર્ષો પહેલાં બહેને ડોગનાં બે મોટાં સ્ટેચ્યુ ખરીદ્યાં હતાં. એ તેમને ઘરમાં એટલા ગમી ગયાં કે તેમણે ડોગના શેપની ચીજો સંઘરવાનું શરૂ કરી દીધું. ડોગના શેપની દરેક આઇટમ તેમની પાસે છે. જેમ-જેમ કલેકશનમાં વધારો થતો ગયો એમ તેમનું આવી ચીજો ભેગી કરવાનું પેશન પણ જોર પકડતું ગયું. ટ્રાવેલિંગ દરમ્યાન પણ તેઓ ડોગીના શેપની અતરંગી ચીજો એકઠી કરવા લાગ્યાં. આ સંગ્રહ ઓલમોસ્ટ ૧૫૦૦ના આંકડાને પાર કરવામાં હતો ત્યારે જ તેમને ગિનેશ વર્લ્ડ રેકોડર્સમાં લાર્જેસ્ટ ડોગ રિલેટેડ કલેકશનનો ખિતાબ મળ્યો છે.

(3:45 pm IST)