Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સાઉદી અરેબીયાના એરપોર્ટ ઉપર બળવાખોરોનો ડ્રોન હુમલો

દુબઇ, તા. ૨૨: યમનના ઇરાન સમર્થિત હુત્ત્।ી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એક એરપોર્ટ પર તેમજ સેનાના ઠેકાણા પર ડ્રોન વડે હુમલા કર્યાં. હાલ તો જાનમાલના નુકસાનના અહેવાલ નથી. સાઉદી અરેબિયાના શહેર નઝરાન પર આ હુમલો એવા સમયે થયો છે જયારે ઇરાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો તંગદીલીભર્યા બન્યાં છે.

 ડ્રોન હુમલા અંગે હુત્ત્।ીના સેટેલાઇટ ન્યૂઝ ચેનલે કહ્યું કે તેમણે કાસેફ-૨ ડ્રોન વડે નઝરાનના એક એરપોર્ટને નિશાન બનાવીને શસ્ત્ર ભંડાર પર હુમલો કર્યો. નઝરાન રિયાધથી ૮૪૦ કિલોમીટર દૂર છે અને સાઉદી અરેબિયા-યમન સરહદ પાસે આવેલું છે. હુત્ત્।ી બળવાખોરો અવારનવાર આ શહેરને નિશાન બનાવતા રહે છે.

 ઉલ્લેખનીય છે કે ઇરાન પર અમેરિકાએ પ્રતિબંધો લાગુ કર્યા બાદ ખાડી ક્ષેત્રમાં પરિસ્થિતિ તણાવભરી બની છે અને બંને દેશો એકબીજાને ધાકધમકી આપી રહ્યાં છે.

(3:32 pm IST)