Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સૌથી મોંઘી ડિનર પાર્ટી

દરેક વ્યકિતએ ચુકવવા પડયા રૂ. ૧.૨૧ કરોડ

એદિસસઅબાબા તા. ૨૨ : ઇથોપિયાના વડાપ્રધાન અબી અહમદે એક આલીશાન ફંડ રેઝર (ભંડોળ ઉંભુ કરનાર) ડીનર પાર્ટીનું આયોજન કર્યું હતું. દેશમાં અનેક ધનકુબેરો આ ડીનર પાર્ટીમાં સામેલ થયાં હતાં. મીડિયા રિપોર્ટ અનુસાર આ ડીનર પાર્ટીમાં ભાગ લેવા માટે દરેક વ્યકિતએ અંદાજે ૧ કરોડ ૨૧ લાખ રૂપિયા આપ્યાં હતાં. આ ડાનર પાર્ટી દ્વારા એકત્ર થયેલા ફંડનો ઉપયોગ ઇથોપિયાની રાજધાની એદિસ અબાબાના સુશોભન માટે કરવામાં આવશે.

રાજધાની અદિસ અબાબાના શુસોભન અને તેમની છવી સુધારવા માટે ત્રણ વર્ષનો એક પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. ડીનર પાર્ટી દ્વારા એકત્ર થયેલી રકમને આ પ્રોજેકટ પાછળ ખર્ચવામાં આવશે.

આ પ્રોજેકટ હેઠળ શહેરમાં પાર્ક, સાઈકલ ટ્રેક, નદીના કિનારે જોગિંગ ટ્રેકસ, વૃક્ષોરોપણ અને રણમાં ખેતી જેવી ચીજોને વિકસિત કરવામાં આવશે. આ પ્રોજેકટ પર ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે.  આ ડીનર પાર્ટીમાં ૩૦૦ જેટલા બિઝનેસમેનો સામેલ થયાં હતાં.

ગત વર્ષે એપ્રિલમાં વડાપ્રધાન બન્યાં પછી અબી અહમદને તેમના સુધારાવાદી એજન્ડાને કારણે ઘણી પ્રશંસા મળી રહી છે. ઇથોપિયાની જનસંખ્યા અંદાજે ૧૦ કરોડ છે અને નાઈજીરિયા પછી આફ્રિકા ખંડનો આ બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.આ ક્ષેત્રમાં સૌથી વધુ ઝડપે આગળ વધતી અર્થવ્યવસ્થા ઇથોપિયાની છે. જો કે, તે વિશ્વના સૌથી ગરીબ દેશોમાં પણ સામેલ છે. વર્લ્ડ બેંક મુજબ અહીં સરેરાશ વાર્ષિક આવક ૫૫ હજાર રૂપિયાની આસપાસ છે.

(11:27 am IST)