Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

જાણો, હોઠોની સુંદરતા વધારવાના સરળ ઉપાયો

હોઠોની સુંદરતા ચહેરાના આકર્ષણને ખુબ વધારી દે છે અને તેને એલીગેંટ લુક આપે છે. સામાન્ય રીતે બધા લોકોને સુંદર લીપ્સ જ પસંદ હોય છે. આજે અમે તમને આના સરળ ઉપાયો વિષે જણાવવાના છીએ જ તમારા ચહેરાને આપશે હોટ લુક

. હોઠને સ્વસ્થ રાખવા માટે દરરોજ રાત્રે પેટ્રોલિયમ જેલી લગાવીને સુવું. આ આખી રાત મોયસ્યરાઈઝ ને લોક કરે છે, જેનાથી હોઠ સુકા નથી પડતા. આમ કરવાથી સવારે જ્યારે  તમે ઉઠો ત્યારે તમારા હોઠ ગુલાબી અને સોફટ થઈ જશે.

. તમે જ્યારે ઓફિસ હોવ છો ત્યારે એર કન્ડીશનરની ઠંડી હવા તમને ગરમીથી રાહત તો આપે છે પણ તે હોઠોને ડ્રાય કરી નાખે છે. તેથી આની સુંદરતા માટે જરૂરી છે તમે પર્યાપ્ત માત્રામાં મોયસ્યરાઈઝ કરો.

. યાદ રાખો કે તમારા ચહેરા અને શરીરને જ સનસ્ક્રીનની આવશ્યકતા નથી. હોઠને પણ જરૂરી છે. તમારા હોઠ એ એક સંવેદનશીલ ભાગ છે. તમારે ગ્લોસી અને શાયની હોઠ જોઈએ તો તેનું પૂરે-પૂરો ખ્યાલ રાખવો જોઈએ. જ્યારે તમે તડકામાં રહો ત્યારે વેસેલિન લિપ પર અચૂક લગાવવું.

. નારિયેળ અથવા કુદરતી ઓલિવ ઓઈલ લો. આમાં બે ટેબલ સ્પુન બ્રાઉન શુગર અને ૧ ટી સ્પુન મધ નાખો. આ મિશ્રણને યોગ્ય રીતે હલાવી લો. આને ગ્રાઈન્ડ કરીને તેની પેસ્ટ તૈયાર કરો. આ હોઠો માટે એક સારૂ અને નેચરલ સ્ક્રબ છે. આનો ઉપયોગ કરવાથી તમારા હોઠોને સ્મૂથ અને એલીગેંડ લુક મળશે.

આ તૈયાર સ્ક્રબને એક બરણીમાં  ભરી લો તમે આનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર કરી શકો છો. આ મિશ્રણને ધીમે-ધીમે હોઠો પર લગાવો. આનાથી હોઠની ડેડ સ્કીન નીકળી જશે અને હોઠ કોમળ બનશે. સ્ક્રબ કર્યા બાદ મોયસ્યરાઈઝ કરવા માટે પેટ્રોલિયમ જેલીનો ઉપાયોગ કરવો.

 

(9:35 am IST)