Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

કાચા કેળામાં છુપાયેલ છે સ્વાસ્થ્યવર્ધકના આ અનમોલ ગુણો

તમે આજ સુધી ઘણી જગ્યા એ સાંભળ્યું કે વાચ્યું હશે કો (an apple a day keeps the doctor away) રોજ એક સફરજન ખાવાથી તમારે કયારેય ડૉકટર પાસે નહિં જવું પડે. પરંતુ, શું તમે જાણો છો રોજ એક કાચુ કેળું ખાવાથી તમે જીવન ભર સમગ્ર રીતે સ્વસ્થ કરી શકો છો.

 આમાં થાઈમીન, નીયાસીન, રીબોફલેવીન અને ફોલિક એસીડના રૂપમાં વિટામીન-એ અને વિટામીન-બી પર્યાપ્ત માત્રામાં હોય છે. જો સવારે નાસ્તામાં એક કાચુ કેળુ ખાધુ હોય તો લંચ સુધી ભૂખ લાગવાની સંભાવના ઓછી રહે છે.

 બધા પ્રસિદ્ધઙ્ગખેલાડીઓનું લોકપ્રિય ફ્રુટ કેળા જ રહ્યું છે. ૨ કેળા ખાવાથી ૯૦ મિનિટ સુધી ઊર્જાવાન રહિ શકો છો.

 કાચા કેળામાં પોટેશિયમ નો એક ખજાનો છે જે રોગપ્રતિકારક સિસ્ટમને મજબૂત બનાવે છે. કાચા કેળામાં સ્ટાર્ચ હોય છે.

 વેઈટ લોસ કરવા વાળા લોકોને કાચા કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે. આમાંથી ભરપૂર માત્રામાં ફાઈબર્સ મળી અવે છે. જે બિનજરૂરી ચરબીને લોસ કરે છે.

 કાચા કેળાના નિયમિત સેવનથી તમારી પાચન ક્રિયા ઠીક કરી શકાય છે.

 કાચા કેળામાં રહેલ કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવવા સહાયરૂપ છે. આ મૂડ સિંવગની સમસ્યામાં પણ ફાયદાકારક છે.

 

(9:35 am IST)