Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઉનાળામાં Try કરો Cool ફેશનના કપડાં

મેં મહિના આગમન સાથે ભારે ઉકળાટ અને બફારો પણ વધવા લાગ્યો છે. આવતા મહિને પણ મોસમમાં આટલી જ ગરમ રહેશે. એવામાં કાળઝાળ ગરમીથી પોતાનું રક્ષણ કરવા માટે તમારે પોતાનો વોર્ડરોબ નવી રીતે સજાવવો પડશે.

તમારા કબાટમાં રાખેલા ડાર્ક કલરનાં કપડાંને બાય બાય કરી દો. તેને શિયાળા સુધી પેક અપ કરી દો. હવે તમારી પાસે માત્ર ખુલતા અને સમર કલોથ્સ જ વોર્ડરોબમાં હોવા જોઈએ.

લાઈટ રંગના કપડાં ગરમી માટે બેસ્ટ હોય છે. ખાસ કરીને મેં અને જૂન મહિનાની ગરમી માટે તો એકદમ બેસ્ટ. તમે બેબી પિંક, વાઈટ, ઓફ વાઈટ, ક્રીમ, લેમન ગ્રીમ, લાઈટ પર્પલ જેવા શેડ પસંદ કરી શકો છો.

ગરમીના આ બે મહિના માટે ભૂલી જાઓ કે દુનિયામાં કોટન કરતા બેસ્ટ રિલેકિસંગ ફેબ્રીક બીજું કોઈ હશે. હમણાં કોટનની બરોબરી કરી શકે એવું કોઈ ફેબ્રિક નથી.  કોટન તમારી ત્વચાને આરામ આપશે અને ઠંડકનો એહેસાસ કરાવશે.

આ મોસમમાં સવાર ટૂંકી હોય છે અને બપોરનો સમય ઘણો લાંબો હોય છે. એટલા માટે મોનિંગ અને ઈવનિંગ માટે એવા શૂઝ પહેરો જે પગને કવર કરતા હોય અને આરામદાયક હોય.

(9:34 am IST)