Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પૂર્વી અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં 14 પોલીસ અધિકારીઓના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી ગજની પ્રાંતના ઘણા જિલ્લામાં તાલિબાનના હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસ અધિકારીના મોત  નિપજ્યા છે પ્રાંતીય પરિસદના  સભ્ય હસન રજા યુસુફીએ જણાવ્યું છે કે ડીહયાક જિલ્લામાં થયેલ હુમલામાં પોલીસ પ્રમુખ અને રિઝર્વ પોલીસ કમાન્ડર સહીત સાત અધિકારીના મોત નિપજ્યા છે જયારે જગતું જિલ્લામાં સાત અન્ય અધિકારીના મોત થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:25 pm IST)
  • નિપાહ વાઇરસને લઇને ગુજરાત સરકાર એલર્ટ : સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયોઃ તબીબો સહિત જીલ્લા કલેકટરને અપાઇ સુચનાઃ ગુજરાતમાં રોગને ન પ્રવેશવા દેવા હાથ ધરાઇ કવાયત access_time 3:11 pm IST

  • ભારતના ''આધાર''નો વિશ્વમાં જયજયકાર? : અમેરિકા સતાધિશો પણ હવે ભારતના ''આધાર'' ની તરાહ ઉપર સોશ્યલ સીકયુરીટી નંબરની જગ્યાએ બાયોમેટ્રીક આઇ-ડી લાવી રહેલ હોવાનું ટ્વીટર ઉપર જાહેર થયું છે. access_time 3:51 pm IST

  • સટ્ટાબજારની સનસનાટીઃ યેદિયુરપ્પા સરકાર ફરી રચાશેઃ લિંગાયત ધારાસભ્યો નિર્ણાયક બનશેઃ સટોડીયા માને છે કે, જેડીએસને ટેકો આપીને કોંગ્રેસ ફસાઇ ગઇ છેઃ મોટી નવાજૂની સંભવ access_time 3:50 pm IST