Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

બ્રિટનનના શાહી કપલ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્નની ઓફિશિયલ તસ્વીર જાહેર

બ્રિટનના નવવિવાહિત શાહી કપલ પ્રિંસ હેરી અને મેગન મર્કેલે પોતાના લગ્નની ત્રણ ઓફિશિયલ તસ્વીર શેર કરી છે. જેમાં પરિવારનો ગ્રુપ ફોટો પણ છે.શાહી જોડાની આ તસવીર સેલિબ્રિટી ફેશન ફોટોગ્રાફર અલેક્સી લુબોમિર્સ્કીએ પાડી છે. જેમાં તે બંન્નેની તસવીર ઉપરાંત બે ગ્રુપ ફોટોઝ પણ છે જેમાં પરિવારના લોકો સામેલ છે.

   કેસિંગટન પેલેસે એક નિવેદનમાં કહ્યું હતું કે, રોયલ કપલ શનિવારે તેમના લગ્નમાં હાજર તમામનો દિલથી આભાર માને છે.શાહી મહારાણી આ ઓફિશીયલ તસવીરોથી ધણાં જ ખુશ છે.લગ્નની તસવીરોમાં ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ સેંટ જોર્જ ચૈપલમાં વેડિંગ સેરેમની પછી એકબીજા સાથે ખુશ દેખાઇ રહ્યાં હતાં. ત્યારે આ ફોટોઝ ક્લિક થયા હતાં

   આ ગ્રુપ ફોટોઝમાં મેગનની માતા ડોરિયા રગલેન્ડ પણ દેખાઇ રહી છે. મેગનના પરિવાર તરફથી આ લગ્નમાં આવનાર એકમાત્ર નજીકની સભ્ય હતી. આ તસવીરમાં પ્રિન્સ હેરીના ભાઇ પ્રિન્સ વિલિયમ અને તેમના પિતા ચાર્લ્સ પણ દેખાઇ રહ્યાં છે.

(12:01 pm IST)