Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ઓફિસમાં તનતોડ મહેનત કરવા છતા બોસ નારાજ રહે છે?

આજના સમયમાં દરેક વ્યકિત કામ કરવા માટે ઓફિસ જાય છે. ત્યાં કામ કરતા બધા લોકોને કોઈને કોઈ બોસ જરૂર હોય છે. કયારેક એવુ હોય છે કે તનતોડ મહેનત કરવા છતા તમારા બોસ તમારાથી નારાજ થઈ જાય છે. ત્યારે કર્મચારીને સમજમાં નથી આવતુ કે આખરે તેનાથી ભૂલ કયાં થઈ રહી છે. જો તમારી પણ આજ સમસ્યા હોય તો તેના સમાધાન માટે કેટલાક ઉપાય છે, જેના દ્વારા તમે બોસને ઈમ્પ્રેસ કરી શકો છો.

જો તમારા બોસ એક સાથે તમને કોઈ કામ આપે, તો તેને એ જરૂર પૂછી લેવુ જોઈએ કે કયું કામ પહેલા કરવાનું છે અને જો તમને એ કામ મુશ્કેલ લાગતુ હોય તો તમારે કહેવુ જોઈએ કે હું પૂરી રીતે કોશિશ કરીશ. જો બોસ સમજદાર હોય તો જરૂર તમારી મદદ કરશે.

બોસને કયારેય એવુ ન કહેવુ જોઈએ કે આ હું નહીં કરી શકું. જો તમે ખરેખર બહુ વ્યસ્ત છો, તેને વ્યસ્ત હોવાનું કારણ જણાવી દેવું અથવા તો કહેવુ કે આ કામ કરતા આટલો અમય લાગશે. તેનાથી બોસને તમારો જવાબ ખરાબ નહીં લાગે અને એવુ બની શકે કે પછી તે કામ કોઈ બીજા વ્યકિત પાસે કરાવી લે. તમારે સમયસર કામ પૂ રૂ કરી બીજુ કામ શરૂ કરી દેવુ જોઈએ. એવુ ન હોવુ જોઈએ કે કામ કરતી વખતે તમારે વારંવાર કોઈ વસ્તુ માટે કહેવુ પડેે. તેનાથી તમારા અને બોસના સંબંધ ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. સાથે તમારે કયું કામ કયારે કરવાનું છે તે પહેલા જ પૂછી લેવું જોઈએ.

(9:45 am IST)