Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

દરરોજ સવારે કરો એકસરસાઈઝ રહો 'ફીટ એન્ડ ફાઈન'

સવારનો સોનેરી સમય સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણઃ કસરતની સાથે આહાર પર આપો પૂરતુ ધ્યાન

વર્તમાન સમયમાં છોકરીઓ ફીટ રહેવાનું પસંદ કરે છે. થોડો વજન વધે કે તરત જ તે કસરત કરવાનું અને ડાઈટીંગ શરૂ કરી દે છે. છોકરીઓ પોતાના શરીર વિશે પુરતુ ધ્યાન આપે છે. તો વજન ઓછુ કરવાના કેટલાક અન્ય ઉપાય પણ જાણી લો.

સવારનો સમય તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેથી સવારે ઉઠીને કસરત અવશ્ય કરવી જોઈએ. સવારે કસરત કરવાથી કેલરી બર્ન કરવામાં ખૂબ જ મદદ મળે છે. સાથે ખોરાક પર પણ ધ્યાન આપો. ઉનાળામાં ભોજનનું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. આ ઋતુમાં પ્રવાહી વસ્તુઓનું વધારે સેવન કરવુ જોઈએ. દિવસભર વધારે વાર પાણી પીવો. સાથે જ પાણી યુકત ફળ જેવા કે તરબૂચનું સેવન કરો.

સવારે ઉઠીને નવસેકુ પાણી પીવાથી વજન ઓછો થાય છે. વજન ઉપરાંત અન્ય કેટલીય બીમારી માટે પણ ફાયદાકારક છે. દરરોજ સવારે નાસ્તો જરૂર કરવો. કયારેય નાસ્તામાં પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરવું. સાથે જ સવારના સમયે પ્રિઝર્વેટીવ અને શુગરવાળી વસ્તુઓથી પણ બચવું.

(9:44 am IST)