Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

અફઘાનિસ્તાનમાંથી ચોરી થયેલ અનમોલ અવશેષ ફરી અફઘાનિસ્તાનને પરત મળ્યા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના અતીતના અનમોલ અવશેષ પરત મળી ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે. હજુ સુધી દેશે પોતાના ભવિષ્ય વિશે અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. યૂયૉર્ક સ્થિત એક આર્ટ ડીલર પાસેથી 33 કલાકૃતિઓનો સંગ્રહ જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આ આર્ટ ડીલર પ્રાચીન વસ્તુઓના દુનિયાના સૌથી મોટા તસ્કરોમાંથી એક છે. વિભિન્ન દેશોથી ઐતિહાસિક વસ્તુઓની તસ્કરીની તપાસ બાદ આ પુરાવેશ અધિકારીઓને મળ્યા હતા. મેનહટન જિલ્લાના એટર્નીના કાર્યાલય અને હોમલેંડ  સિક્યોરિટી ઇનવેગસ્ટીગેશનના ન્યુયોર્કમાં આ એતિહાસિક ધરોહરોને રહેમાનીને સોંપી દેવામાં આવ્યા છે. તેમાંથી થોડાક અવશેષ બીજી અને ત્રીજી સદીના હોવાનું માલુમ પડી રહ્યું છે. વોશિંગટનમાં સંક્ષિપ્ત પ્રદર્શની પછી તેને કાબુલ મોકલવામાં આવશે.

(6:38 pm IST)
  • આંદામાન ટાપુઓ ઉપર ભૂકંપ : આંદામાન ટાપુઓ ઉપર ૪ પોઈન્ટ ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે access_time 11:32 am IST

  • આજે રાજકોટ કોર્પોરેશને સાંજે જે નવા કોરોના કેસની યાદી બહાર પાડી છે તેમા અને ગાંધીનગરથી છેલ્લા 24 કલાક ના નવા કોરોના કેસના અકડાઓમાં વિસંગતતા જણાતા અકિલા એ રાજકોટ મ્યુ. કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ ને આ બાબતે પૂછતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજકોટ કોર્પોરેશને સાંજે જે આંકડાઓ દર્શાવ્યા છે તે છેલ્લા 24 કલાકના છે, નહિ કે બપોરથી સાંજના. એટલે રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 397 નવા કોરોના કેસ નોંધાયાનું શ્રી ઉદિત અગ્રવાલે અકિલા ને જણાવ્યું છે. access_time 9:23 pm IST

  • રાજકોટમાં ૩ નવી હોસ્પિટલો શરૂ થવા આડે ઓકિસજનનું ગ્રહણઃ હમણાં શરૂ નહીં થાય : રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે ૩ ખાનગી હોસ્પિટલો શરૂ થવાની હતી પરંતુ ઓકિસજનની અછતના પરિણામે આ હોસ્પિટલો શરૂ થઇ શકી નથીઃ ઓકિસજનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ થયે આ હોસ્પિટલો શરૂ થશે તેવું જાણવા મળે છે access_time 4:02 pm IST