Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

૨૭૧ કિલો વજનની ટયુના માછલી પકડાઈ

સીડની, તા.૨૨: સામાન્ય રીતે જે માછલીઓ ખાવામાં આવતી હોય છે એ ખાસ કંઈ મોટા કદની નથી હોતી, પરંતુ પશ્ચિમી દુનિયામાં સ્વાદ માટે મશહૂર ટ્યુના માછલી ઓસ્ટ્રેલિયામાં જેટલી લોકપ્રિય છે એટલી જ જપાનમાં પણ લોકપ્રિય છે.

સામાન્ય રીતે જે માછલીઓ ખાવામાં આવતી હોય છે એ ખાસ કંઈ મોટા કદની નથી હોતી, પરંતુ પશ્ચિમી દુનિયામાં સ્વાદ માટે મશહૂર ટ્યુના માછલી ઓસ્ટ્રેલિયામાં જેટલી લોકપ્રિય છે એટલી જ જપાનમાં પણ લોકપ્રિય છે. એ માછલીનું કદ નોંધપાત્ર પ્રમાણમાં મોટું હોય છે. વિશ્વમાં ટ્યુના માછલીની સંખ્યા સતત ઘટતી જતી હોવાથી એ થોડાં વર્ષોમાં માછલીની દુર્લભ પ્રજાતિઓમાં સ્થાન પામે એવી શકયતા છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના સાઉથ વેલ્સના દરિયાકિનારે ૨૭૧ કિલોની ટ્યુના માછલી પકડાઈ હતી. એ માછલી કદ અને વજનના સંદર્ભમાં સ્ટેટ રેકાઙ્ખર્ડ બને એવી શકયતા છે. કોફ્સ હાર્બર પાસે દરિયામાં માછીમાર જહાજે મેળવેલી એ માછલી કલોડિયોઝ સી ફૂડને વેચવામાં આવી હતી. કલોડિયોઝ સી ફૂડ ઓસ્ટ્રેલિયાના સિડનીની જપાની રેસ્ટોરાંને માછલી અને કરચલા જેવી સી ફૂડ આઇટમ્સ વેચે છે.

 આ રીતે અગાઉનો ૧૪૮ કિલો (લંબાઈ ૧૮૫ સેન્ટિમીટર)નો વિક્રમ તૂટ્યો છે. જોકે જપાનમાં ટ્યુના માછલી વિશેષ છે. ૨૦૧૯માં જપાનમાં ટ્યુના માછલીઓ મોટી રકમમાં વેચાયાની નોંધ છે. ટોકયોના એક આઙ્ખકશનમાં ૨૭૮ કિલો વજનની બ્લુફિન ટ્યુના માછલી ૨૫ લાખ પાઉન્ડ (૨૬.૩૧ કરોડ રૂપિયા)માં વેચાઈ હતી. એ  માછલી ખરીદનાર કિયોશી કિમુરાએ ગયા વર્ષે ૨૭૬ કિલો વજનની બ્લુફિન ટ્યુના માછલી ખરીદી હતી.

(4:07 pm IST)